બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / સોનાના ઘરેણાં ખરીદતા પહેલા આટલી બાબતો અવશ્ય નોટ કરી લેજો, તો ફાયદામાં રહેશો
Last Updated: 11:02 PM, 9 September 2024
વર્તમાન સમયમાં સોનું કોને ન ગમે? સોનાથી બનેલા ઘરેણાં લોકોને ખૂબ જ પસંદ હોય છે. અમુક લોકો તો સોનાનો શર્ટ પણ બનવડાવતા હોયક છે, અને અમુક લોકો પોતાની કારને ગોલ્ડ પ્લેટેડ કરાવતા હોય છે. ભારતમાં તો લોકોને સોનાનો શોખ ખૂબ વધારે હોય છે. જો તમે સોનું ખરીદવા માંગતા હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સોનાને સંકટનો સાથી પણ કહે છે.
ADVERTISEMENT
ભારતમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. તહેવારોથી લઈને લગ્ન સુધી લોકો ખૂબ સોનું ખરીદતા હોય છે. ભારતનું નામ એ દેશમાં આવે છે કે જેમાં સોનાની ખૂબ ખપત છે. જો તમે હવે સોનું ખરીદવાનું વિચારતા હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેથી કરીને તમે છેતરપિંડીથી બચી શકો છો.
ADVERTISEMENT
સંકટનો સાથી
સોનાને સંકટનું સાથી કહેવામાં આવે છે, એટલા માટે ગોલ્ડ ખરીદતા સમયે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોનામાં ભેળસેળ જોવા મળતા કેટલી કિંમત ઓછી થાય છે. એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે.
હોલમાર્ક
હમેશા બ્યુરો ઓફ ઇંડિયન સ્ટેન્ડર્ડનું હોલમાર્ક લાગેલું સર્ટિફાઇડ સોનું જ ખરીદવું. ઘરેણાં ખરીદતા સમયે પયુઓરિટી કોડ, ટેસતીગ સેન્ટર માર્ક, જ્વેલર માર્ક અને માર્કિંગ તારીખ પણ જોવી.
ક્યાંથી ખરીદવું
સોનાને વજન અનુસાર ખરીદવાના દિવસે કિંમત અન્ય સોર્સથી પણ જાણકારી મેળવવી. કોઇ પણ રીતની છેતરપિંડીથી બચવા વિશ્વાસુ જ્વેલર પાસેથી સોનું ખરીદવું.
વધુ વાંચો:80 ટકા સુધી ડિસ્કાઉન્ટ, ઓનલાઈન લાગ્યો છે બમ્પર સેલ, ઓર્ડર ઢગલાબંધ
મેકિંગ ચાર્જ
સોનાના ઘરેણાં ખરીદતા સમયે મેકિંગ ચાર્જનું ખાસ ધ્યાન રાખવું. મશીનથી તૈયાર કરેલા ઘરેનમાં મેકિંગ ચાર્જ 3-25 ટકા સુધી હોય છે. તમે મેકિંગ ચાર્જ પર છૂટની માંગ કરી શકો છો. કારણ કે અહીં તમે કિંમત ઓછી કરાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.