બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ વર્ષની લગ્ન સિઝન બની શકે છે મોંઘેરી, કમાણી કરોડોમાં પહોંચે તેવી શક્યતા, જાણો અંદાજિત આંકડો

બિઝનેસ / આ વર્ષની લગ્ન સિઝન બની શકે છે મોંઘેરી, કમાણી કરોડોમાં પહોંચે તેવી શક્યતા, જાણો અંદાજિત આંકડો

Last Updated: 01:59 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સીઝન એવો સમયગાળો હોય છે કે જયારે બજારોમાં ચહેલ-પહેલ વધી જાય છે, લોકોનો ખર્ચ વધી જાય છે તો અર્થતંત્ર અને ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે. ત્યારે આ લગ્નની સીઝનમાં દેશભરમાં લગભગ 48 લાખ લગ્નો થવાની સંભાવના છે.

દેશમાં તહેવારોની સીઝન પૂરી થયા બાદ આજથી સૌથી મોટી ઈવેન્ટ વેડિંગ સીઝનની શરૂઆત થઈ રહી છે. લગ્નની સીઝનમાં બજારોમાં ધમાલ વધી જાય છે. લોકોના ખર્ચાઓ વધી જાય છે, અર્થતંત્ર અને ઉદ્યોગપતિઓનો નફો થાય છે. એક અંદાજ મુજબ આજથી લગભગ 35 દિવસમાં દેશભરમાં 48 લાખ લગ્નો થશે. સાથે જ આ લગ્નોથી 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. ચાલો જાણીએ કે કયા ક્ષેત્રમાં કેટલો કારોબાર થશે અને કઈ વસ્તુ પર કેટલો ખર્ચ થવાની અપેક્ષા છે.

wedding-season-final

આજથી શરૂ થઈ રહી છે લગ્નની સિઝન

આ વખતે ભારતમાં લગ્નની સિઝન 12 નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈને 16 ડિસેમ્બર સુધી ચાલવાની છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં લગભગ 48 લાખ લગ્નો થઈ રહ્યા છે, જેના દ્વારા લગભગ 6 લાખ કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા છે. દોઢ માસ દરમિયાન 18 દિવસના મુહૂર્ત છે. નવેમ્બરમાં લગ્ન માટે શુભ દિવસો 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 નવેમ્બર છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે 4, 5, 9, 10, 11, 14, 15 અને 16 તારીખો શુભ છે.

આ વર્ષે થશે વધુ બિઝનેસ

આ વર્ષે લગ્નની સિઝનમાં ગત વર્ષ કરતા વધુ બિઝનેસ રહેશે. ગત સિઝનમાં 35 લાખ લગ્નોથી 4.25 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. એકલા દિલ્હીની વાત કરીએ તો આ વખતે દિલ્હીમાં 4.5 લાખ લગ્ન થઈ શકે છે, જેનાથી 1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે.

marriage5.jpg

CAIT પાસેથી મળેલી માહિતી અનુસાર, લોકોના શોપિંગ બિહેવિયરમાં બદલાવ જોવા મળ્યો છે. હવે લોકો વિદેશી અને બ્રાન્ડેડ વસ્તુઓને બદલે ભારતીય ઉત્પાદનો વધુ ખરીદી રહ્યા છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત વિઝનની સફળતા લોકોનું શોપિંગ બિહેવિયર દર્શાવે છે. CAIT એ આ સિઝનમાં થઈ રહેલા લગ્નોને અલગ-અલગ કેટેગરીમાં રાખ્યા છે. આ પ્રમાણે ચાલો જાણીએ કે એક લગ્નમાં કેટલો ખર્ચ થશે અને લોકો ક્યાં વધુ ખર્ચ કરશે.

  • 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ.3 લાખ
  • 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 6 લાખ
  • 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ.10 લાખ
  • 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 15 લાખ
  • 7 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 25 લાખ
  • 50,000 લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 50 લાખ
  • 50,000 લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 1 કરોડ કે તેથી વધુનો ખર્ચ
PROMOTIONAL 13

કયા સેક્ટરમાં કેટલો ખર્ચ

આ ઉપરાંત અન્ય ખર્ચની માહિતી અનુસાર, કપડાં, સાડી, લહેંગા અને જ્વેલરી પર કુલ ખર્ચના 10 ટકા, જ્વેલરી પર 15 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ પર 5 ટકા, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ અને નમકીન પર 5 ટકા, કરિયાણા અને શાકભાજી પર 5 ટકા, ગિફ્ટ પર 4 ટકા અને અન્ય વસ્તુઓ પર 6 ટકા ખર્ચ થઈ શકાય છે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને લઇ ગુડ ન્યુઝ: વધી શકે છે સેલરી, EPFO પર આવી મોટી અપડેટ

આ સિવાય બેન્ક્વેટ હોલ, હોટલમાં 5 ટકા, ઈવેન્ટ મેનેજમેન્ટમાં 3 ટકા, ટેન્ટ ડેકોરેશનમાં 10 ટકા, કેટરિંગ સર્વિસમાં 10 ટકા, ડેકોરેશનમાં 4 ટકા, ટ્રાન્સપોર્ટેશન અને ટેક્સી સર્વિસમાં 3 ટકા, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં 2 ટકા, ઓર્કેસ્ટ્રા અને 3 ટકા સંગીત પર, 3 ટકા લાઇટ એન્ડ સાઉન્ડ અને 7 ટકા અન્ય સેવાઓ પર ખર્ચવામાં આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Season Business Wedding Business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ