બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારની મંદી વચ્ચે આ મ્યુચ્યુઅલ ફંડે બનાવ્યા માલામાલ! રોકાણકારોને મળ્યું 5 ગણું રિટર્ન

બિઝનેસ / શેરબજારની મંદી વચ્ચે આ મ્યુચ્યુઅલ ફંડે બનાવ્યા માલામાલ! રોકાણકારોને મળ્યું 5 ગણું રિટર્ન

Last Updated: 05:04 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુચ્યુઅલ ફંડમાં આમ તો માર્કેટ સાથે લિંક જ હોય છે. પરંતુ અમુક ફંડ એવા છે જેને રોકાણકારોને છેલ્લા એક દાયકામાં સારું એવું રિટર્ન આપ્યું છે. આજે અમે તમને આવા જ એક ફંડ વિશે જાણકારી આપીશું.

અનેક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને અમીર બન્યા છે. ભલે તેમાં રોકાણ કરવું રિસ્કી છે પણ લોકો માટે તે બંપર લાભ પણ કરાવે છે. તેવામાં HDFC મિડ-કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ છેલ્લા દાયકામાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ ફંડે ખાસ કરીને એવા રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે જેમને લાંબા સમય સુધી રોકાણ કર્યું છે, પછી ભલે તે રોકાણ એક સામટુ હોય કે, રકમ હોય કે સિસ્ટમેટિક (SIP). જો તમે 10 વર્ષ પહેલાં આ ફંડમાં પૈસા રોકાણ કર્યા હોત તો આજે તે રકમ અનેક ગણી વધી ગઈ હોત.

  • 1 લાખ બન્યા લગભગ 5 લાખ

આ ફંડે લંપસમ રોકાણકારોને વાર્ષિક 17.39% રિટર્ન આપ્યું છે. મતલબ કે જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં માત્ર 1 લાખ રૂપિયાનું વન ટાઇમ રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 4.97 લાખ રૂપિયા હોત. એટલે કે 3.97 લાખનો ચોખ્ખો નફો.

રોકાણ રકમ: 1,00,000 રૂપિયા
ટેન્યોર: 10વર્ષ
વાર્ષિક વળતર: 17.39%
કરંટ વેલ્યુ: 4,96,948 રૂપિયા

10,000 બન્યા 40.02 લાખ રૂપિયા

જો તમે દર મહિને 10,000 રૂપિયાની SIP કરી હોત તો અને તમે છેલ્લા 10 વર્ષમાં કુલ 13 લાખનું રોકાણ કર્યું હોત. તો આ  ફંડે તમને બદલામાં 40.02 લાખ રૂપિયાનું વેલ્યુ આપ્યું હોત. એટલે કે કુલ નફો 27 લાખ રૂપિયાથી વધુ થાય.

માસિક SIP: 10,000 રૂપિયા
કુલ રોકાણ: 13,,00,000 રૂપિયા
વેલ્યુએશન : 40,02,838 રૂપિયા
એન્યુઅલ રિટર્ન : 19.76%

વધુ વાંચો : હવે આ બેંકે FD પર વ્યાજ ઘટાડ્યું, બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો ફેરફાર

SIP માં વળતર થોડું વધારે હતું કારણ કે તે માર્કેટના ઘટાડા દરમિયાન વધુ યુનિટ્સ આપે છે અને લાંબા ગાળે કમ્પાઉન્ડિંગની અસર વધે છે. ઉલ્લેખનીય છે કે, આ ફંડની વિશેષતામાં એક્સપેન્સ રેશ્યો: 0.89% (૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં). જેનું ટોટલ AUM  72,610 કરોડ રૂપિયા છે.. આ ફંડનો પોર્ટફોલિયો મિડ-કેપ કંપનીઓમાં ફેલાયેલો છે, જે ગ્રોથનો સરો મોકો પૂરો પાડે છે. આ ફંડ હજુ પણ લોંગ ટર્મ રોકાણ માટે રોકાણકારોના મનપસંદ ઓપ્શનમાંનું એક છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment HDFC Mutual Fund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ