બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:04 PM, 15 April 2025
Donald Trump : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓટો ટેરિફ અંગેના તાજેતરના નિવેદન પછી આજે 15 એપ્રિલના ભારતીય ઓટો કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન ટાટા મોટર્સ, સંવર્ધના મધરસન અને સોના બીએલડબલ્યૂના શેર 8% સુધી ઉછળ્યા. ટાટા મોટર્સના શેર 4.3 ટકાના ઉછાળા સાથે રૂ. 620.4 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓટો ટેરિફ અંગેના તાજેતરના નિવેદન પછી આજે 15 એપ્રિલના ભારતીય ઓટો કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ટાટા મોટર્સ, સંવર્ધના મધરસન અને સોના BLW ના શેર 8% સુધી ઉછળ્યા. ટાટા મોટર્સના શેર 4.3 ટકા વધીને રૂ. 620.4 પર ટ્રેડ થઈ રહ્યા હતા અને નિફ્ટી 50 માં સૌથી વધુ ફાયદાકારક હતા. આ શેર હવે રૂ. 100 ની આસપાસ વધીને રૂ. 535 ના તાજેતરના 52-સપ્તાહના નીચલા સ્તરથી શરૂ થયો છે.
ADVERTISEMENT
જ્યારે સંવર્ધના મદરસનના શેર 7.2% વધ્યા અને 126.73 રૂપિયાના સ્તરે પહોંચ્યા. જોકે તે હજુ પણ તેના ૫૨-સપ્તાહના ઉચ્ચતમ રૂ. 217 થી ઘણા નીચે છે. સોના બીએલડબ્લ્યુના શેર પણ 7.1% વધીને રૂ. 457.5 પર પહોંચી ગયા. છેલ્લા કેટલાક મહિનામાં આ શેરમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
ટ્રમ્પે ઓટો ટેરિફ વિશે શું કહ્યું?
સોમવારે એક પ્રેસ બ્રીફિંગમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ કેટલીક કાર કંપનીઓને તેમનું ઉત્પાદન યુએસમાં શિફ્ટ કરવા માટે "થોડો વધુ સમય" આપવાનું વિચારી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, "હું કેટલીક ઓટો કંપનીઓને મદદ કરવાનો માર્ગ શોધી રહ્યો છું જે હવે કેનેડા, મેક્સિકો અને અન્ય દેશોમાં બનેલા ભાગોનો ઉપયોગ કરી રહી છે. તેમને થોડો સમય જોઈએ છે કારણ કે તેઓ હવે તે ભાગો અમેરિકામાં બનાવશે."
આ નિવેદન બાદ જનરલ મોટર્સ, ફોર્ડ અને સ્ટેલાન્ટિસ (ક્રિસ્લરની પેરેન્ટ કંપની) જેવી મોટી અમેરિકન ઓટો કંપનીઓના શેરમાં પણ 6% સુધીનો વધારો જોવા મળ્યો. મંગળવારે સવારે ટોયોટા, કિયા અને હોન્ડા જેવી એશિયન ઓટોમેકર્સ કંપનીઓના શેર પણ વધ્યા હતા.
આ પણ વાંચોઃ બિઝનેસ / પ્રથમવાર ડિવિડન્ડ વેચી શકે છે અંબાણીની આ કંપની, શેરમાં ઉછાળો, જાણો ક્યારે થશે એલાન
મેક્સિકો અને કેનેડાની ભૂમિકા
અમેરિકામાં વેચાતા 30% થી 60% વાહનો મેક્સિકો અને કેનેડામાં બનાવવામાં આવે છે. જનરલ મોટર્સ અને ટોયોટાના 30% થી 40% વાહનો અને ફોક્સવેગનના 60% વાહનો આ દેશોમાં બનાવવામાં આવે છે. ભારતીય કંપનીઓની વાત કરીએ તો સંવર્ધના મદરસનની કુલ આવકના 4% મેક્સિકોથી આવે છે. જ્યારે સોના BLW માટે આ આંકડો 2% છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલ 25% ઓટો આયાત ટેરિફ હજુ પણ યથાવત્ હોવાથી ટાટા મોટર્સની પેટાકંપની જગુઆર લેન્ડ રોવર (JLR) એ એપ્રિલ મહિના માટે યુએસમાં વાહનોના શિપમેન્ટ બંધ કરી દીધા છે. જગુઆર લેન્ડ રોવરના મોટાભાગના પ્લાન્ટ યુરોપમાં છે અને તેના માટે તેનું મૈન્યુપૈક્ચરિંગ અમેરિકામાં ખસેડવું સરળ રહેશે નહીં.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
Priyankka Triveddi
બિઝનેસ / દાવ લગાવી દેજો! 100 રૂપિયાને પાર જશે આ કંપનીના શેર, એક્સપર્ટનું બાય રેટિંગ
Pravin Joshi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.