બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:24 PM, 19 April 2025
શેર માર્કેટમાં રોકાણ જોખમી હોવા છતા અનેક લોકો અહીંયા ઇન્વેસ્ટ કરીને માલદાર બન્યા છે. જેમાં રોકાણ માટે બ્રોકરેજ પણ અમુક શેર ખરીદવાની ભલામણ કરતા હોય છે. આજે અમે તમને એવા જ આઠ શેર વિશે જણાવીશું જેમાં 340 ટકા સુધીનું રિટર્ન મળવાની શક્યતા છે. આ શેર માટે અનેક બ્રોકરેજે કવરેજ શરુ કર્યું છે.
ADVERTISEMENT
નિવા બૂપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પર ICICI સિક્યોરિટીઝ પર "Buy"રેટિંગ અપાયું છે. તેનો ટાર્ગેટ પ્રાઇઝ 90 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેમાં 19 ટકા અપસાઈડની શક્યતા છે. તો SRM કોન્ટ્રાક્ટર્સ પર સિક્યોરિટીઝે "બાય" રેટિંગ આપ્યું છે. આ શેરનો ટાર્ગેટ પ્રાઇઝ 694 રૂપિયા છે. તેમાં 89 ટકા અપસાઇડ જવાની શક્યતા છે.
ADVERTISEMENT
હિન્દુસ્તાન એરોનોટિક્સ પર મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સ સર્વિસ દ્વારા ટાર્ગેટ પ્રાઇઝ 5100 રૂપિયા રાખવામાં આવ્યું છે. જેમાં 21 ટકાના ઉછાળાની સંભાવના છે. ICICI સિક્યોરિટીઝે આધાર હાઉસિંગ ફાયનાન્સનો ટાર્ગેટ 550 રૂપિયા રાખ્યો છે. જેમાં 13 ટકાની તેજી બતાવવામાં આવી રહી છે.
MTAR ટેકનોલોજી પર ફિલિપ કેપિટલે 2190 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં 56 ટકા ઉછાળાનું અનુમાન છે. તો નુવામા ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટિઝે અઝાક્સ એન્જિનિયરિંગ પર 800 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ રાખી છે. જેમાં 15 ટકાની તેજીનું અનુમાન છે.
ICICI સિક્યોરિટીઝે હિટાચી એનર્જી ઇન્ડિયાના શેર પર "બાય" રેટિંગ આપ્યું છે. જેનો ટાર્ગેટ પ્રાઈઝ 16617 રૂપિયા છે. જેમાં 27 ટકા તેજીનું અનુમાન છે. તો દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર પર ખંડવાલા સિક્યોરિટીઝે "બાય" રેટિંગ આપ્યું છે. જેમાં ટાર્ગેટ પ્રાઈઝ 627 રૂપિયા છે. તેમાં 340 ટકા ઉછાળાની સંભાવના છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.