બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 15 April 2025
છેલ્લા ત્રણ દિવસની રજાઓ બાદ આજે મંગળવારે, તારીખ 15 એપ્રિલે ભારતીય શેરબજાર ફરીથી ખુલ્યું છે. આ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1660 અંક ચડીને 76816 પર અને નિફ્ટી 505 અંકના ઉછાળે 23334 પર ટ્રેડ થઈ રહ્યું છે. બેંક નિફ્ટી પણ 1326 અંક ઉછળી છે.
ADVERTISEMENT
શેરબજારમાં આ તેજી વચ્ચે બ્રોકરેજ ફર્મ વેન્ચુરા સિક્યોરિટીઝે કેટલાક શેરને લઇને ભવિષ્યવાણી કરી છે કે તેમાં 300% થી વધુનો ઉછાળો જોવા મળી શકે છે.
HDFC બેંક શેર
ADVERTISEMENT
વેન્ચુરા સિક્યોરિટીઝે HDFC બેંક માટે ટાર્ગેટ પ્રાઇસ 2,350 રૂપિયા રાખ્યું છે, જે 30% ઉછાળાની શક્યતા દર્શાવે છે. બ્રોકરેજ અનુસાર બેંકનો લોન-ડિપોઝિટ રેશિયો 110% સુધી વધ્યો છે. તેમજ આ બેંકમાંથી આર્થિક વર્ષ 2024થી 2027 દરમ્યાન મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે.
ફીનો પેમેન્ટ બેંક
આ શેર માટે બ્રોકરેજે ખુબ જ આકર્ષક ટાર્ગેટ આપ્યું છે. કંપનીનો શેર 310% સુધી વધી શકે છે. ટાર્ગેટ પ્રાઇસ 856 રૂપિયા રાખવામાં આવ્યું છે. હાલમાં આ શેર 249.02 રૂપિયે 20%ના અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ફીનો પેમેન્ટ બેંકનું વ્યાપક મર્ચન્ટ નેટવર્ક અને ડિજિટલ ઇન્ટરફેસ વિસ્તૃત ક્ષેત્ર સુધી પહોંચ ધરાવે છે. 2027 સુધી ખાતાઓની સંખ્યા 11 મિલિયનથી વધીને 25 મિલિયન થવાની અપેક્ષા છે. આ સમયગાળામાં આવક, ઓપરેટિંગ પ્રોફિટ અને નફો ક્રમશઃ 28%, 38% અને 34% CAGRથી વધી શકે છે.
બજાજ ફાઇનાન્સ
બ્રોકરેજ અનુસાર આ શેર 10,205 રૂપિયા સુધી જઈ શકે છે, જે 14%નો ઉછાળો દર્શાવે છે. હાલમાં આ શેર 9,160.50 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં બજાજ ફાઇનાન્સે AUMમાં 29% CAGRના સાથે મજબૂત વૃદ્ધિ દર્શાવી છે.
અદાણી પાવર
વેન્ચુરા સિક્યુરિટીઝે અદાણી પાવર માટે 806 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે 55% ઉછાળાની સંભાવના દર્શાવે છે. હાલમાં આ શેર 543.20 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે. વીજળીની વધતી માંગ અને કૉલ્સની ઉપલબ્ધતાથી PLF H1FY25 72% થઈ ગઈ છે, જેના કારણે આવક અને નફામાં વધારો થયો છે. FY24માં આવકમાં 29.9% અને EBITDAમાં 81%નો ઉછાળો થયો છે.
ટ્રેન્ટ
ટાટાની આ કંપનીના શેર માટે ટાર્ગેટ 6,300 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે 29% ઉછાળો દર્શાવે છે. હાલમાં આ શેર 4,871 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયાની માર્કેટમાં વેચાણ વૃદ્ધિ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં આગળ રહેતી ટ્રેન્ટે FY23 થી FY25 દરમિયાન 45% વેચાણ CAGR હાંસલ કર્યું છે. કંપની બ્યુટી અને ઇનરવિયર કેટેગરીમાં પણ પ્રવેશ કરી રહી છે.
નિપ્પોન લાઈફ ઇન્ડિયા AMC
આ શેર માટે ટાર્ગેટ 694 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે 26%ની વૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં ચોથી સૌથી મોટી AMC નિપ્પોન AMC FY24-27 દરમ્યાન AUMમાં 28.8% CAGRની સાથે વૃદ્ધિ માટે તૈયાર છે, જે 9.2 ટ્રિલિયન રૂપિયે પહોંચી શકે છે. હાલમાં આ શેર 570.45 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
ઇન્દ્રપ્રસ્થ ગેસ શેર
આ શેર માટે પણ 'ખરીદો'ની ભલામણ આપવામાં આવી છે. ટાર્ગેટ પ્રાઇસ 257 રૂપિયા છે, જે 47%નો ઉછાળો બતાવે છે. FY27 સુધી વોલ્યુમ 11.4% CAGRથી વધી 5,310 mmscm સુધી પહોંચી શકે છે. હાલમાં આ શેર 178.63 રૂપિયે છે.
કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ
આ કંપનીનો શેર 1,741 રૂપિયા સુધી જઈ શકે છે, જે 134%નો ઉછાળો દર્શાવે છે. હાલમાં આ શેર 788.70 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે. FY27 સુધી 27.9% CAGRની સાથે આવકમાં વધારો થવાની અપેક્ષા છે, જે 1,297 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
PN ગાડગીલ જ્વેલર્સ
આ શેર માટે ટાર્ગેટ 768 રૂપિયા છે, જે 45%નો વધારો દર્શાવે છે. હાલમાં આ શેર 545.65 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીના કુલ વેચાણમાં 92% હિસ્સો સોનાના દાગીના છે. FY26 સુધી મહારાષ્ટ્રમાં 12 થી 15 નવા સ્ટોર ખોલવાની યોજના છે. FY25 સુધીમાં 10,156 કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે.
NBCC શેર
NBCC ઇન્ડિયા શેરમાં 10% સુધીનો ઉછાળો આવી શકે છે. બ્રોકરેજ અનુસાર NBCC ઇન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવે છે. કંપની પાસે હાલમાં 1 લાખ કરોડ રૂપિયાની ઓર્ડર બુક છે.
વધુ વાંચો: રોકાણકારોએ 17 લાખ કરોડ કમાઇ લીધા, 555 મિનિટમાં જ શેર બજારે તોડી કાઢ્યા તમામ રેકોર્ડ
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.