બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2025-26 / એવો શેર છે પહેલા 99 ટકા ઘટ્યો, બાદમાં આવી 3200 ટકા તોફાની તેજી, ટકેલા રોકાણકારો પાવરફૂલ
Last Updated: 09:42 PM, 25 March 2025
સ્ટોક માર્કેટમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર 99 ટકાથી વધુ તૂટીને 1.13 રૂપિયા પર આવી ગયા હતા. આ ભયંકર ઘટાડા બાદ છેલ્લા પાંચ વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષમાં કંપનીના શેર 3200 ટકાથી વધુ ઉછળ્યા છે. રિલાયન્સ પાવરના શેર મંગળવાર 25 માર્ચ 2025 ના રોજ 38.74 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. રિલાયન્સ પાવર હવે સ્ટેન્ડઅલોન બેસિસ પર દેવામુક્ત કંપની બની ગઈ છે.
ADVERTISEMENT
અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરના શેર 23 મે 2008ના રોજ 274.84 રૂપિયા પર હતા. 27 માર્ચ 2020ના રોજ પાવર કંપનીના શેર 99 ટકાથી વધુ ઘટીને 1.13 રૂપિયા પર આવી ગયા હતા. આટલા નીચા સ્તરે પહોંચ્યા બાદ રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સારી રિકવરી જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 3200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. રિલાયન્સ પાવરના શેર મંગળવાર 25 માર્ચ 2025 ના રોજ 38.74 રૂપિયા પર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપનીનું માર્કેટ કેપ પણ 15,000 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે.
ADVERTISEMENT
છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 700 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. અનિલ અંબાણીની માલિકીની આ પાવર કંપનીના શેર 26 માર્ચ 2021 ના રોજ 4.69 રૂપિયાના ભાવે હતા. 25 માર્ચ 2025ના રોજ કંપનીના શેર 38.74 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 190 ટકાથી વધુનો વધારો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 35 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. રિલાયન્સ પાવરના શેરનો ભાવ 54.25 રૂપિયાની ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ છે. આ સાથે કંપનીના શેરનું 52-અઠવાડિયાનું નીચું સ્તર 23.26 રૂપિયા છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.