બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:21 PM, 21 April 2025
HDFC Bankના શેરમાં તેજી
ADVERTISEMENT
સોમવારના વેપાર દરમિયાન HDFC Bankના શેરમાં તેજી જોવા મળી છે. વાસ્તવમાં, સપ્તાહાંત દરમિયાન બેન્કે ઉત્તમ પરિણામો રજૂ કર્યા છે અને સાથે જ ડિવિડન્ડનો પણ જાહેર કર્યો છે. તે પછી આજે સોમવારે BSE પર દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્કનો શેર 1906.55 રૂપિયાના અગાઉના ક્લોઝિંગ લેવલ સામે 1,922.05 રૂપિયે ખુલ્યો હતો.
લગભગ 9.45 વાગ્યે તેનો શેર 26.60 રૂપિયા અથવા 1.40 ટકા મજબૂતી સાથે 1,933.15 રૂપિયે પહોંચ્યો છે.
ADVERTISEMENT
આ દરમિયાન શેરે 1,950 રૂપિયાનું 52 સપ્તાહનું ટોચનું લેવલ પણ સ્પર્શ્યું છે. આ જ રીતે, Yes Bank અને ICICI Bankના શેરમાં પણ તેજી જોવા મળી છે.
ICICI બેંકના શેરની કિંમત
ICICI Bank નો શેર 1406.65 રૂપિયાના પહેલાંના ક્લોઝિંગ લેવલ સામે સીધો 52 સપ્તાહના ટોચના લેવલ 1,437 રૂપિયે ખુલ્યો હતો અને હાલ તે 12.10 રૂપિયા અથવા 0.86 ટકા મજબૂતી સાથે 1,418.75 રૂપિયે ટ્રેડ થઇ રહ્યો છે. જણાવવાનું છે કે ICICI Bank એ 11 રૂપિયા અને HDFC Bank એ 22 રૂપિયાનો ડિવિડન્ડ જાહેર કર્યો છે.
Yes બેંકના શેરની કિંમત
Yes Bank ના શેરમાં સોમવાર, 21 એપ્રિલના પ્રારંભિક વેપાર દરમિયાન 5% જેટલી તેજી જોવા મળી અને તે 19.01 રૂપિયાના ઉચ્ચતમ લેવલ પર પહોંચી ગયો. બેન્કે નાણાકીય વર્ષ 2025 ની ચોથી તિમાહીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. બેન્કના સ્ટેન્ડઅલોન નફામાં વર્ષ-દર-વર્ષ 63.3% નો વધારો નોંધાયો છે અને તેનો નફો 738 કરોડ રૂપિયા થયો છે.
તે જ સમયે, તેની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) પણ 5.7% વધીને 2,276.3 કરોડ રૂપિયા થઈ છે. લગભગ 10 વાગ્યે બેન્કનો શેર BSE પર 0.79 રૂપિયા અથવા 4.37% મજબૂતી સાથે 18.88 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
શેર માર્કેટમાં સક્રિયતા અને વિશ્વાસ
બેંકિંગ ક્ષેત્રને ભારતના અર્થતંત્રનું ધબકતું હૃદય માનવામાં આવે છે. નાણાકીય વર્ષના અંતે ઘણી સંસ્થાઓ અને રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં સ્થિર અને મજબૂત શેર ઉમેરે છે. HDFC અને ICICI જેવા પાવરહાઉસ બેંકોમાં વિશ્વાસના કારણે બેંકિંગ શેરમાં તેજીનો માહોલ.
વધુ વાંચો: ગોલ્ડ લાઇફટાઇમ હાઇ સપાટીએ, સોનાના ભાવ કેમ સતત વધી રહ્યાં છે? મેળવો વિગત
આ તે સમય છે જ્યારે મોટા બેંકિંગ શેરો રોકાણકારો માટે મજબૂત વિકલ્પ બની રહ્યા છે. જોકે, દરેક રોકાણ પહેલાં પોતાની જરૂરિયાત અને જોખમ સમજીને નિષ્ણાત સલાહ સાથે પગલાં લેવાં જરૂરી છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.