બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 AM, 9 October 2024
Share Market Updates 9 October: આજે એટલે કે 9 ઓક્ટોબરે સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 81,800 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, અને તે 25,060ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29માં તેજી જોવા મળી રહી છે જ્યારે એકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીના 50 શેરોમાંથી 38માં તેજી અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Nifty, Sensex open in green, RBI policy announcement to drive markets today
— ANI Digital (@ani_digital) October 9, 2024
Read @ANI story | https://t.co/QoQJNmlog2#Nifty #Sensex #Stocks pic.twitter.com/zapRzmjMNS
ગઈકાલે માર્કેટ તેજી સાંથે બંધ રહી હતી
ADVERTISEMENT
ગઈકાલે 6 દિવસના સતત ઘટાડા બાદ શેરબજાર 7માં ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું હતું. મળતી માહિતી મુજબ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 584.81 પોઈન્ટના વધારા સાથે 81,634.81 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પહેલા સેન્સેક્સ પણ 81,763.28 પોઈન્ટ સાથે દિવસની ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે ગઈકાલે સેન્સેક્સમાં સતત 6 દિવસ સુધી લગભગ 4,800 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો.
વધુ વાંચો : 5 વર્ષમાં 8200 ટકા ચઢી ગયો આ કંપનીનો શેર, રોકાણકારો પર પૈસાનો વરસાદ
આ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો
સેનસેક્સ ઉપરાંત નિફ્ટી 0.88 ટકાના વધારા સાથે 25,013.15 પર બંધ રહ્યો હતો. નોંધનીય છે કે, જો આપણે શેરની વાત કરીએ તો અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ સિવાય રિલાયન્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા સ્ટીલનો શેર ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
માર્કેટમાં હાહાકાર.. / 6000000000000 રૂપિયાનો ધુમાડો! શેર બજારમાં મહાક્રેશ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.