બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં વધારે નફાની લાલચમાં વેપારી લૂંટાયો, સાયબર ઠગોએ લગાવ્યો 1.15 કરોડ રૂપિયાનો ચૂનો

ફ્રોડ / શેરબજારમાં વધારે નફાની લાલચમાં વેપારી લૂંટાયો, સાયબર ઠગોએ લગાવ્યો 1.15 કરોડ રૂપિયાનો ચૂનો

Last Updated: 09:32 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારના નામે છેતરપિંડીના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે. હવે આ મામલો નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ઉદ્યોગપતિ સાથે ઓનલાઈન રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ન તો મૂળ રકમ મળી કે નફો.

સ્ટોકમાર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક શેરોમાં રોકાણ કરીને રોકાણકારોને મોટી કમાણી થઈ છે તો કેટલાક શેરમાં રોકાણ કરીને રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ હવે સ્ટોક માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલમાં પણ એક આવી જ છેતરપિંડીની ઘટના નોઈડામાંથી પ્રકાશમાં આવી છે, આ કૌભાંડમાં એવા રિટેલ રોકાણકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેમને શેરબજાર વિશે વધુ ખબર નથી પણ તેઓ તરત જ પૈસા કમાવવા માંગે છે. આવી જ રીતે નોઈડાના એક ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી થઈ છે.

stock-market_5_0_0 (1)

આ છેતરપિંડીના પગલે તેમની સાથે 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાના પગલે પીડિત ઉદ્યોગપતિએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો અને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે હવે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

cyber-fraud-final

મળતી માહિતી મુજબ નોઈડાના સેક્ટર 44 ના રહેવાસી પીડિતનો 27 જાન્યુઆરીએ રિશિતા તરીકે ઓળખાવતી એક મહિલાએ સંપર્ક કર્યો હતો, જેણે તેને બે વેબસાઇટ catalystgroupstar.com અને pe.catamarketss.com દ્વારા રોકાણ કરવા માટે સમજાવ્યો હતો. એક અહેવાલ મુજબ, બંને લિંક્સે તેમને બીજા પોર્ટલ m.catamarketss.com પર રીડાયરેક્ટ કર્યા. ઉદ્યોગપતિએ 31 જાન્યુઆરીએ તેની બહેનના ખાતામાંથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. એક દિવસ પછી તેને 15,040 રૂપિયાનો નફો થતા તેને વિશ્વાસ વધવા લાગ્યો. આ શરૂઆતના નફાથી તેનો વિશ્વાસ વધતા ફરિયાદીએ ફેબ્રુઆરી સુધી યોજનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું, રિશિતાના નિર્દેશોના આધારે વિવિધ ખાતાઓમાં કુલ 65 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમનું કુલ રોકાણ રૂ.1.9 કરોડ સુધી પહોંચી ગયું છે.

fraud-1

જોકે રકમ ઉપાડવા માટે તેમને પહેલા ટેક્સ તરીકે 31.6 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું, જે તેમણે માર્ચની શરૂઆતમાં જમા કરાવ્યા. છેતરપિંડી કરનારાઓએ 24 કલાકની અંદર તેમના ભંડોળ મુક્ત કરવાના વચન સાથે રૂપાંતરણ ચાર્જ તરીકે વધારાના 18.6 લાખ રૂપિયાની માંગણી કરી. અનેક વખત ચુકવણી કરવા છતાં ફરિયાદીને ન તો તેનું રોકાણ મળ્યું કે ન તો વચન આપેલ નફો. આ પછી છેતરપિંડી કરનારાઓએ બીજા 40 લાખ રૂપિયાની માંગણી કરી, જેના પર વેપારીને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

વધુ વાંચો : સતત પાંચમા દિવસે રોનકમાં શેર બજાર, સેન્સેક્સ 557 અંક અને નિફ્ટી 160ના જમ્પ સાથે બંધ

સાયબર ક્રાઇમે કેસ નોંધ્યો

આ પછી પીડિતાએ કોઈ પણ વિલંબ કર્યા વિના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો અને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 318(4) (છેતરપિંડી) અને 319(2) અને IT એક્ટની કલમ 66D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓ હવે આ મામલાની તપાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fraud StockMarket Sensex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ