બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર

Stock Market Today / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર

Last Updated: 09:54 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારની આજે સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે તેજી જોવા મળી છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે. ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 555 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

ભારતીય શેરબજારમાં ગત સપ્તાહથી ચાલ્યો આવતો ઉછાળો હજુ ચાલુ છે. ગયા અઠવાડિયે વધારો દેખાયા પછી આજે સોમવારે કારોબારના પહેલા દિવસે પણ બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે 78903.09 પર ખુલ્યો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23949.15 પર વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.

શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન બેંકિંગ અને આઈટી શેરોમાં તીવ્ર તેજી જોવા મળી અને HDFC બેંકથી લઈને SBI સુધીના શેરોમાં તેજી જોવા મળી. આ સાથે ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસે પણ મજબૂત શરૂઆત કરી.

સેન્સેક્સ મિનિટોમાં 79000 ને પાર

શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અગાઉના બંધની સરખામણીમાં ઉછાળા સાથે 78903.09 પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે 555 પોઈન્ટના વધારા સાથે 79152.86 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. એ જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 23851 ની સરખામણીમાં 23949.15 પર ખુલ્યો અને ત્યારબાદ સેન્સેક્સની સાથે તેજીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું. ટૂંકા ગાળાના કારોબાર દરમિયાન નિફ્ટીએ પણ 24004 ના સ્તરને સ્પર્શ કર્યો.

Stock-Market

ગુરુવારે નોંધાઈ હતી તેજી

ગયા સપ્તાહના ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ-નિફ્ટી પણ મજબૂત વધારા સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 1509 પોઈન્ટ વધીને 78553 પર અને એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 414 પોઈન્ટ વધીને 23851 પર બંધ થયો. ગયા સપ્તાહના ત્રણ ટ્રેડિંગ દિવસોમાં BSE સેન્સેક્સમાં 4.51% નો વધારો નોંધાયો હતો જ્યારે NSE નિફ્ટીમાં 4.48% નો વધારો થયો હતો.

વધુ વાંચો: ટાંકી ફુલ કરાવતા પહેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નોટ કરી લેજો, જાણો લેટેસ્ટ રેટ

આ 10 શેરમાં સૌથી વધુ તેજી

શેરબજારમાં શરૂઆતના ટ્રેડ દરમિયાન સૌથી મોટા કેપ શેર જે ઉચ્ચતમ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા તેમાં ટેક મહિન્દ્રા શેર (3.54%), ઇન્ફોસિસ શેર (2.80%), એક્સિસ બેંક શેર (2.54), HDFC બેંક શેર (2.20%), SBI શેર (2.10%), ઇન્ડસઇન્ડ બેંક શેર (1.90%) હતા.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business stock market updates Share Market
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ