બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 19 March 2025
19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન્ટના ઉછાળા સાથે 22883.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. હતો. પરંતુ પછીથી ફરી સવારે 9:24 વાગ્યે બજાર રેડ ઝોનમાં ગયું. આજના શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, ભારતી એરટેલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટ્રેન્ટ ઘટ્યા હતા.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ
બે દિવસના વધારા બાદ મંગળવારે યુએસ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.62% ઘટીને 41581 પર બંધ થયો, જ્યારે S&P 500 1.07% ઘટીને 5614 પર બંધ થયો. તે ફેબ્રુઆરીના હાઈએસ્ટ લેવલથી 8.6% નીચે હતો અને કરેક્શન ક્ષેત્રની નજીક હતો. જેમાં નાસ્ડેક સૌથી વધુ ઘટ્યો. તે 1.07% ઘટીને 17504 પર બંધ થયો.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ એશિયામાં શેરબજારમાં સતત ચોથા દિવસે વધારો થયો હતો. બેંક ઓફ જાપાન દ્વારા અપેક્ષા મુજબ તેના નીતિગત વ્યાજ દર સ્થિર રાખ્યા પછી યેનમાં વધઘટ થઈ. જાપાન અને દક્ષિણ કોરિયાના શેર વધ્યા હતા. જ્યારે ચીનના શેર ઘટ્યા અને હોંગકોંગના શેરમાં મિક્સ પ્રતિસાદ જોવા મળ્યો.
વધુ વાંચો: સ્ટોક માર્કેટની મંદીમાં પણ 8 રૂપિયાના શેરનો જલવો! એક લાખનું રોકાણ 17200000 રૂપિયાને પાર
ગઈકાલે બજારમાં હતો ઉછાળો
18 માર્ચે ભારતીય શેરબજારોમાં તમામ ક્ષેત્રો અને વ્યાપક સૂચકાંકોમાં જોરદાર ખરીદી જોવા મળી. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 22850નો આંકડો પાર કર્યો હતો અને 325.55 પોઈન્ટના વધારા સાથે 22,834.30 પર બંધ થયો હતો. સેન્સેક્સ 1131.31 પોઈન્ટના વધારા સાથે 75301.26 પર બંધ થયો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.