બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:11 PM, 14 March 2025
છેલ્લા કેટલાક સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક રોકાણકારોને મોટો ફાયદો થયો છે તો કેટલાક રોકાણકારોને મોટું નુકસાન થયું છે. જેમાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની એક નાની કંપનીએ તેના શેરધારકોને જંગી વળતર આપ્યું છે. માત્ર 11 મહિનામાં કંપનીના શેરમાં 8300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેર લગભગ રૂ. 2 થી વધીને રૂ. 159 થી વધુ થયા છે. ગુરુવાર, 13 માર્ચ, 2025 ના રોજ કંપનીના શેર ૫૨ અઠવાડિયાના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા. કંપનીના શેરનું ૫૨ અઠવાડિયાનું નીચું સ્તર રૂ.1.80 છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2 એપ્રિલ, 2024 ના રોજ કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેર રૂ.1.89 પર હતા. 13 માર્ચ, 2025 ના રોજ કંપનીના શેર રૂ.159.25 પર બંધ થયા. છેલ્લા 11 મહિનામાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલના શેરમાં 8325 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કોઈ વ્યક્તિએ 2 એપ્રિલ, 2024 ના રોજ કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો હાલમાં 1 લાખ રૂપિયાથી ખરીદેલા શેરના 84.25 લાખ રૂપિયા થયા છે.
છેલ્લા 6 મહિનામાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેર 602 ટકાથી વધુ વધ્યા છે. 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ સ્મોલકેપ કંપનીના શેર રૂ.22.68 પર હતા. 13 માર્ચ, 2025 ના રોજ કંપનીના શેર રૂ.159.25 પર બંધ થયા. છેલ્લા ત્રણ મહિનામાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેરમાં લગભગ 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેર લગભગ 88 ટકા ઉછળ્યા છે. છેલ્લા એક મહિનામાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલના શેરમાં 27 ટકાનો વધારો થયો છે.
વધુ વાંચો : ધુળેટીના દિવસે સોનામાં તેજીનો રંગ, ગોલ્ડનો ભાવ પહેલી વખત 88300 રૂપિયાને પાર
દેશની સૌથી મોટી વીમા કંપની, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ કોઠારી ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન પર મોટો દાવ લગાવ્યો છે. LIC કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના ૧૪૭૧૬૨૯ શેર ધરાવે છે. કંપનીમાં LICનો 1.89 ટકા હિસ્સો છે. આ શેરહોલ્ડિંગ ડેટા ડિસેમ્બર 2024 ક્વાર્ટર સુધીનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.