બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 17 March 2025
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 341 પોઈન્ટના વધારા સાથે 74169.95 પર બંધ થયો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.50 ટકાના વધારા સાથે 22,508.75 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
શેરોની યાદીમાં આ સ્ટોકનો સમાવેશ
આજના ટ્રેડિંગ દરમિયાન, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટ્રેન્ટ, એક્સિસ બેંકના શેર નિફ્ટીના ટોપ ગેઈનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, વિપ્રો, બીપીસીએલ, નેસ્લેના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા. જેમાં 13 મુખ્ય ક્ષેત્રોમાંથી અગિયારમાં વૃદ્ધિ જોવા મળી, જેમાં નાણાકીય ક્ષેત્ર ૦.૫ ટકા વધ્યું, જેનું નેતૃત્વ ખાનગી ધિરાણકર્તાની નાણાકીય સ્થિરતા અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાતરી આપવામાં આવ્યા પછી ઇન્ડસઇન્ડ બેંકમાં ૩.૫ ટકાનો વધારો દર્શાવે છે. વ્યાપક સ્મોલ-કેપ અને મિડ-કેપ સૂચકાંકો પણ લગભગ 0.3 ટકા વધ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ઈંધણ પૂરાવતા પહેલા નોટ કરી લેજો આજના ભાવ
જોકે સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું હતું. જેમાં બીએસઈ પર સેન્સેક્સ 275 પોઈન્ટના વધારા સાથે 74,104.28 પર ખુલ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.37 ટકાના વધારા સાથે 22,479.20 પર ખુલ્યો હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.