બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારી પાસે છે? એક સાથે 6 કંપનીએ કરી ડિવિડન્ડની જાહેરાત, નોટ કરી લેજો રેકોર્ડ ડેટ

બિઝનેસ / તમારી પાસે છે? એક સાથે 6 કંપનીએ કરી ડિવિડન્ડની જાહેરાત, નોટ કરી લેજો રેકોર્ડ ડેટ

Last Updated: 11:45 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં કેટલીક કંપનીઓએ આવતીકાલે એટલે કે શુક્રવારે ત્રિમાસિક પરિણામો સાથે ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓની યાદીમાં BHEL, અશોક લેલેન્ડ, હ્યુન્ડાઇ મોટર્સ, ઇમામી, SKF ઇન્ડિયા અને ભારત બિજલીનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે કઈ કંપની રોકાણકારોને કેટલું ડિવિડન્ડ આપી રહી છે.

હાલના સમયમાં દરેક કંપનીઓ દ્વારા ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીઓ ડિવિડન્ડ પણ જાહેર કરી રહી છે. જે કંપનીઓએ આવતીકાલે એટલે કે શુક્રવારે ત્રિમાસિક પરિણામો સાથે ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. કંપનીઓની યાદીમાં BHEL, અશોક લેલેન્ડ, હ્યુન્ડાઇ મોટર્સ, ઇમામી, એસકેએફ ઇન્ડિયા અને ભારત બિજલીનો સમાવેશ થતો નથી. ચાલો જાણીએ કે કઈ કંપની રોકાણકારોને કેટલું ડિવિડન્ડ આપી રહી છે.

stock-market

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)

BHEL એ કહ્યું છે કે રોકાણકારોને પ્રતિ શેર 25 ટકા અંતિમ ડિવિડન્ડ આપવામાં આવશે. કંપની 2 રૂપિયાના ફેસ વેલ્યુ સાથે પ્રતિ શેર 0.50 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે.

stock-market

અશોક લેલેન્ડ લિમિટેડ

1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર 4.25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દ્વારા લાયક રોકાણકારોને 14 જૂન, 2025 પહેલા ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

share-market-News

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ

આ અગ્રણી ઓટો કંપનીએ 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા એક શેર પર 21 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે પાત્ર રોકાણકારોને દરેક શેર પર 21 ટકાનો નફો મળશે.

money-management

SKF ઈન્ડિયા લિમિટેડ

કંપનીએ 14.5 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા વાર્ષિક સામાન્ય સભાની મંજૂરીના 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. AGM ની તારીખો 6 ઓગસ્ટ 2025 છે.

money 1

ઇમામી લિમિટેડ

કંપનીએ રેકોર્ડ ડેટ 22 મે, 2025 નક્કી કરી છે. એટલે કે આ દિવસે જેમનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે.

વધુ વાંચો : રોકાણકારોને કમાણીની તક! IPO લોન્ચ થયા પહેલા જ ગ્રે માર્કેટમાં 175 રૂપિયાનું પ્રીમિયમ

ભારત બિજલી લિમિટેડ

5 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેર પર પાત્ર રોકાણકારોને 35 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની પાત્ર રોકાણકારોને 700 ટકા ડિવિડન્ડ આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket Business Dividends
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ