બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ

તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ

Last Updated: 12:54 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CIBIL Score : લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે CIBIL સ્કોર સૌથી મહત્વપૂર્ણ, જાણો તમે તમારા CIBIL સ્કોરને ઝડપથી કઈ રીતે સુધારી શકો ?

CIBIL Score : હાલના સમયમાં લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે CIBIL સ્કોર સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે. આજે આપણે જાણીશું CIBIL સ્કોર વિશે, મતલબ કે જો તમારી CIBIL સ્કોર ઘટી જાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? જો તમારો CIBIL સ્કોર ઘટી ગયો છે અને તેના કારણે તમને લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે એકલા નથી.

વાસ્તવમાં CIBIL સ્કોર એ સ્કેલ છે જેના આધારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ (ધિરાણદાતાઓ) તમને લોન અથવા ક્રેડિટ કાર્ડ આપે છે. પરંતુ ઘટતા CIBIL સ્કોરને કારણે આપણે વારંવાર અરજી કરીએ છીએ અને દર વખતે નિરાશ થઈએ છીએ. એક મોટી ભૂલ એ છે કે, આપણે નામંજૂર થયા પછી પણ અરજી કરતા રહીએ છીએ જેના કારણે આપણો CIBIL સ્કોર વધુ ઘટવા લાગે છે.

CIBIL સ્કોર સુધારવા શું કરવું ?

CIBIL સ્કોર સુધારવો એ મુશ્કેલ કાર્ય નથી. તમારે ફક્ત કેટલીક યુક્તિઓ જાણવાની જરૂર છે જે સામાન્ય રીતે લોકો જાણતા નથી. આ રિપોર્ટમાં આપણે જાણીશું એ રીતો વિશે કે જેનો ઉપયોગ કરીને તમે તમારા સ્કોરને ઝડપથી સુધારી શકો છો અને જો યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે તો તમે તેને 800+ સુધી પણ લઈ જઈ શકો છો!

તમારી ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારો, પણ ખર્ચ નહીં

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારી બેંકને તમારી ક્રેડિટ મર્યાદા વધારવા માટે વિનંતી કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તમારા ખર્ચ પહેલા જેવા જ રાખવા પડશે. મર્યાદા વધારવાથી તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (CUR) ઘટશે. CUR એટલે કે તમે તમારી કુલ ક્રેડિટ મર્યાદાના કેટલા ટકા ઉપયોગ કરી રહ્યા છો. CUR જેટલો ઓછો હશે તેટલો તમારો સ્કોર સારો રહેશે. સામાન્ય રીતે ૩૦% કરતા ઓછો CUR સારો માનવામાં આવે છે.

ઉદાહરણ : ધારો કે તમારી ક્રેડિટ કાર્ડ મર્યાદા 50,000 રૂપિયા છે અને તમે દર મહિને 25,000 રૂપિયા ખર્ચો છો. તમારો CUR 50% (25,000/50,000) છે. જો તમે મર્યાદા વધારીને રૂ. 1,00,000 કરો છો અને ખર્ચ રૂ. 25,000રાખો છો, તો તમારો CUR 25% (25,000-1,00,000) થશે, જે તમારા સ્કોરમાં સુધારો કરશે.

સૌથી જૂનું ક્રેડિટ કાર્ડ ક્યારેય બંધ ન કરો

તમારું સૌથી જૂનું ક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને લાંબો બનાવે છે, જે તમારા CIBIL સ્કોરને વધારવામાં મદદ કરે છે. તેને બંધ કરવાથી તમારા ક્રેડિટ ઇતિહાસની લંબાઈ ઓછી થશે અને તમારા સ્કોરમાં ઘટાડો થઈ શકે છે. ભલે તમે તે કાર્ડનો ઉપયોગ ન કરો તેને સક્રિય રાખો.

નવી લોન લેતા પહેલા હાલના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવો

જો તમારો CIBIL સ્કોર 650 કરતા ઓછો છે, તો નવી લોન માટે અરજી કરવાને બદલે પહેલા તમારા ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવો અને તમારો સ્કોર સુધારો. જ્યારે તમારો સ્કોર સુધરશે ત્યારે લોન માટે અરજી કરો. આ ટેકનિકથી લોનની મંજૂરી ઝડપથી મળે છે અને વ્યાજ દર પણ ઓછા મળે છે.

તમારા લોન પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવો

ફક્ત વ્યક્તિગત લોન લેવાથી તમારો સ્કોર ધીમે ધીમે વધે છે. જો તમારી લોન પ્રોફાઇલમાં ક્રેડિટ કાર્ડ, હોમ લોન અને એજ્યુકેશન લોનનું મિશ્રણ હોય તો તે તમારા CIBIL સ્કોરમાં ઝડપથી સુધારો કરે છે. વિવિધ પ્રકારની લોન સૂચવે છે કે, તમે વિવિધ પ્રકારની ક્રેડિટ સફળતાપૂર્વક મેનેજ કરી શકો છો.

CIBIL રિપોર્ટમાં ભૂલો ઓળખો અને તેની જાણ કરો

ક્યારેક ખોટી લોન એન્ટ્રીઓ અથવા ડુપ્લિકેટ એકાઉન્ટ્સ તમારા CIBIL સ્કોરને નીચે લાવી શકે છે. CIBILની વેબસાઇટની મુલાકાત લઈને તમારો રિપોર્ટ તપાસો અને જો તમને કોઈ ભૂલ જણાય તો તરત જ તેની જાણ કરો. તમે ભૂલ સુધારણા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો.

સમયસર ચૂકવણી કરો

આ સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત નિયમ છે. તમારા બધા લોન અને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો. એક પણ ભૂલ તમારા CIBIL સ્કોર પર નકારાત્મક અસર કરી શકે છે. તમે ઓટો-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો જેથી તમે ક્યારેય ચુકવણી કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો : RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Credit Utilization Ratio How To Increase CIBIL Score CIBIL Score
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ