બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / બજેટના બીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી આટલાં પોઇન્ટ ગગડ્યાં, છતાંય રોકાણકારો કમાયા 92 હજાર કરોડ
Last Updated: 09:47 AM, 24 July 2024
મંગળવારે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું, તો બજેટના દિવસે બજાર ધડામથી નીચે પડી ગયું. કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારાને કારણે બજેટના દિવસે શેર માર્કેટ ધડામથી પડી ગયું હતું. ત્યારે આજે પણ વેચવાલીનું દબાણ બનેલું છે. વૈશ્વિક સ્તરેથી નબળા સંકેતો વચ્ચે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી પણ નબળા દેખાઈ રહ્યા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 92 હજાર કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 92 હજાર કરોડનો વધારો થયો છે.
ADVERTISEMENT
હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 132.62 પોઇન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 80,296.42 પર છે અને નિફ્ટી 50 38.05 પોઇન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 24,441.00 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 80,429.04 પર અને નિફ્ટી 24,479.05 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 92 હજાર કરોડનો વધારો
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 23 જુલાઈ, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,46,40,877.82 કરોડ હતી. આજે એટલે કે 24 જુલાઈ 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે રૂ. 4,47,32,951.74 કરોડ સુધી પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 92,073.92 કરોડનો વધારો થયો છે.
આ પણ વાંચો: જો તમારી પણ વાર્ષિક આવક છે આટલી, તો નહીં લાગે એક પણ રૂપિયો ટેક્સ, જાણો ન્યૂ ટેક્સ સ્લેબ વિશે
સેન્સેક્સના 9 શેર ગ્રીન ઝોનમાં
સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી માત્ર 9 જ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ ઉછાળો ITC, ટાઇટન અને એરટેલમાં છે. બીજી તરફ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને નેસ્લેમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
79 શેર એક વર્ષના હાઈ પર
આજે BSE પર 2416 શેરનો વેપાર થઈ રહ્યો છે. આમાં 1572 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, જયારે 713માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને 131માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય 79 શેર એક વર્ષની ઊંચી સપાટીએ અને 10 શેર એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા. તો 97 શેર અપર સર્કિટ પર પહોંચી ગયા, જ્યારે 39 શેર લોઅર સર્કિટ પર આવી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
Priyankka Triveddi
બિઝનેસ / દાવ લગાવી દેજો! 100 રૂપિયાને પાર જશે આ કંપનીના શેર, એક્સપર્ટનું બાય રેટિંગ
Pravin Joshi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.