બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 PM, 23 March 2025
શેરબજારમાં ઘણા પેની સ્ટોક્સ રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. આ સંદર્ભમાં, TCPL પેકેજિંગે ખૂબ જ ટૂંકા સમયમાં રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. છેલ્લા 22 વર્ષમાં, કંપનીના શેર રૂ. 7 થી વધીને વર્તમાન રૂ. 4,365 ના સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન, તેમાં લગભગ 54500 ટકાનો વધારો જોવા મળ્યો.
ADVERTISEMENT
13 માર્ચ, 2002 ના રોજ, બીએસઈ પર તેના શેરનો ભાવ ફક્ત 7.95 રૂપિયા હતો. હવે આ શેર 4,365 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. આનો અર્થ એ થયો કે જો કોઈએ 22 વર્ષ પહેલાં શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને અત્યાર સુધી શેર વેચ્યા નહીં હોય, તો રોકાણ 5.45 કરોડ રૂપિયા થઈ ગયું હશે.
3,964 કરોડ રૂપિયા છે કંપનીનું માર્કેટ કેપ
ADVERTISEMENT
TCPL પેકેજિંગના શેરનો 52 અઠવાડિયાની હાઈ પ્રાઇઝ રૂ. 4,775 છે. જયારે 52 અઠવાડિયાની લો પ્રાઇઝ રૂ. 1,902.05 છે. આ કંપનીનું માર્કેટ કેપ 3,964 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લેજો આજના ભાવ
TCPL પેકેજિંગ શેર પ્રાઇઝ હિસ્ટ્રી
જો આપણે TCPL પેકેજિંગ શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, શેરની કિંમત 1 મહિનામાં 15 ટકા વધીને રૂ. 3,748 થી રૂ. 4,365 થઈ ગઈ. છેલ્લા 6 મહિનામાં 30 ટકાની મજબૂતાઈ જોવા મળી છે. 2024 ની શરૂઆતથી આ શેર 35 ટકા વધ્યો છે અને 3,222 રૂપિયાથી વધીને 4,365 રૂપિયા પર પહોંચી ગયો છે. 1 વર્ષમાં 90 ટકા વળતર, 5 વર્ષમાં 2,200 ટકા વધારો, 10 વર્ષમાં 1,000 ટકા વળતર, 20 વર્ષમાં 19,750 ટકાનો બમ્પર નફો જોવા મળ્યો છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.