બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 AM, 16 April 2025
Stock Market : આજે સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ફ્લેટ ખુલ્યું છે. આજે BSE સેન્સેક્સ 261.89 પોઈન્ટના વધારા સાથે 76,996.78 પોઈન્ટ પર ખુલ્યો. આ તરફ NSEના નિફ્ટી 50 ઇન્ડેક્સે પણ 15.55 પોઈન્ટના નજીવા વધારા સાથે 23,344.10 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. નોંધનીય છે કે, મંગળવારે બજારમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ 1694.80 પોઈન્ટના વધારા સાથે 76,852.06 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી 50 539.80 પોઈન્ટના તોફાની વધારા સાથે 23,368,35 પોઈન્ટ પર ખુલ્યો હતો.
ADVERTISEMENT
ઇન્ફોસિસના શેરમાં ભારે ઘટાડો થયો
ADVERTISEMENT
બુધવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 9 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં ખુલ્યા જ્યારે બાકીની બધી 21 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં ખુલ્યા. બીજી તરફ નિફ્ટી 50 ની 50 માંથી 17 કંપનીઓના શેરમાં વધારા સાથે લીલા નિશાન પર વેપાર શરૂ થયો. જ્યારે 32 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યા હતા અને એક કંપનીના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં HDFC બેંકના શેર સૌથી વધુ 0.71 ટકાના વધારા સાથે ખુલ્યા જ્યારે ઇન્ફોસિસના શેર સૌથી વધુ 1.99 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
વધુ વાંચો : બદલાઇ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લેજો આજના લેટેસ્ટ રેટ
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.