બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:20 PM, 29 April 2025
Mukesh Ambani : શેરબજારમાં તેજી વચ્ચે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીના શેરમાં પણ ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે. વિતેલા ટ્રેડિંગ દિવસે રિલાયન્સ શેર 5% થી વધુ વધ્યો હતો, જ્યારે મંગળવારે પણ તેમાં 2.65% નો ઉછાળો આવ્યો હતો.
ADVERTISEMENT
બજાર ખુલતાની સાથે જ આરઆઇએલનો શેર 1371 રૂપિયા પર ખુલ્યો અને થોડીવારમાં તે 1406.10 રૂપિયા પર પહોંચી ગયો. બે દિવસ સુધી શેરમાં વધારાને કારણે રિલાયન્સ માર્કેટ કેપ પણ ફરી એકવાર 19 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
ADVERTISEMENT
આરઆઇએલના શેરમાં વધારાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થ પણ જોવા મળી અને તેમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. માત્ર 24 કલાકમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 5.20 બિલિયન ડોલર (લગભગ 44000 કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચો: રૂ. 100 અને 200ની નોટ પર RBIનો મોટો નિર્ણય, બેંકોને આપ્યા મહત્વના નિર્દેશ
નેટવર્થમાં વધારા સાથે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીનું રેન્કિંગ પણ વધ્યું છે અને તેઓ 16મા સ્થાને પહોંચી ગયા છે. જો આપણે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા પર નજર કરીએ તો રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને $99.2 બિલિયન થઈ ગઈ છે.આ વર્ષે મુકેશ અંબાણી સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાંના એક બની ગયા છે અને 2025 માં અત્યાર સુધીમાં $8.82 બિલિયનની કમાણી કરી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
આ વર્ષે મુકેશ અંબાણી સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાંના એક બની ગયા છે અને 2025 માં અત્યાર સુધીમાં $8.82 બિલિયનની કમાણી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.