બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મોટા ઘટાડા બાદ આજે શેરબજારમાં આવી જબરદસ્ત રિકવરી, સેન્સેક્સ 900 અંક ઉછળ્યો, તો નિફ્ટીમાં પણ તેજી
Last Updated: 09:51 AM, 6 August 2024
શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર છે. સોમવારે મોટા ઘટાડા બાદ આજે શેરબજારમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 963.48 પોઈન્ટના ઉછાળા સાથે 79,722.88 પોઈન્ટ પર ખુલ્યો. જયારે NSE નિફ્ટી 295.00 પોઈન્ટના વધારા સાથે 24,350.60 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેરોની વાત કરીએ તો ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટાટા સ્ટીલ જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. જયારે એકમાત્ર હિન્દુસ્તાન યુનિલિવરમાં જ ઘટાડો દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
બજારના જાણકારોનું કહેવું છે કે આજે બજાર ચોક્કસપણે ફરી ગતિ પકડી છે પરંતુ રોકાણકારોએ સાવધ અભિગમ અપનાવવાની જરૂર છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા છે. તેની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી શકે છે. એવામાં ઉતાવળા નિર્ણયો લેવાથી નુકસાન થશે. હા, લાંબા ગાળા માટે રોકાણ કરવાની સારી તક છે. તમે સારી કંપનીઓના શેરોમાં થોડા પૈસા રોકી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો નવી SIP શરૂ કરીને સારું વળતર મેળવી શકે છે.
ADVERTISEMENT
અમેરિકામાં મંદીના ભણકારાને કારણે મૂડ બગડ્યો
તમને જણાવી દઈએ કે સોમવારે અમેરિકામાં મંદીના ભણકારાને કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 662 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. 4 જૂન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ તે દિવસે બજાર પાંચ ટકાથી વધુ તૂટ્યું હતું. સોમવારે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 441.84 લાખ કરોડ થઈ હતી. રોકાણકારોને બે દિવસમાં રૂ. 19 લાખ કરોડથી વધુનું નુકસાન થયું.
આ પણ વાંચો: શેર બજારમાં કેમ અચાનક આવ્યો ભૂકંપ? આ 3 કારણોએ આપ્યો તગડો ઝટકો
બજારનો મૂડ થયો ખરાબ
માર્કેટ એક્સપર્ટના માટે, યુ.એસ.માં રોજગારીના નિરાશાજનક આંકડાઓને કારણે મંદી અને યેનના વિનિમય દરમાં તીવ્ર વધારો થવાથી કેરી ટ્રેડ એટલે કે સસ્તા દરે ઉધાર લઈને બીજા દેશોની સંપત્તિઓમાં રોકાણ અટકી જવાની સંભાવનાઓને લઈને રોકાણકારોમાં સાવચેતીભર્યા વલણ સાથે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શેરબજારના આંકડા અનુસાર સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ લગભગ 10 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.