બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:29 PM, 19 April 2025
નવા ફાઇનશ્યલ યરની પહેલી મોનિટરી વાળી પોલિસી કમિટીની મિટિંગમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત દિવસોમાં રેપો રેટને 0.25% ઘટાડીને 6% કર્યો છે. જે બાદ ઘણી બેન્કોએ હોમ લોન માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દીધો છે. એવામાં ઘર ખરીદવાના પ્લાન કરી રહેલા લોકોને ઓછા વ્યાજ પર લોન મળશે. જાણો કઈ બેન્કે કેટલો વ્યાજ દર ઓછો કર્યો છે.
ADVERTISEMENT
SBI ની હોમ લોન 0.25% સસ્તી બની
ADVERTISEMENT
SBI એ લોન પર વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો છે. આનાથી નવા અને જૂના બંને કસ્ટમરને લોનમાં રાહત મળશે. આ ઘટાડા બાદ SBIનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ 8.25% રહ્યો છે. નવા વ્યાજ દરો 15 એપ્રિલથી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ ઈન્ડિયા (BoI)
RBI ના રેપો રેટ ઘટાડ્યા બાદ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર ઘટીને 9.10% થી ઘટીને 8.85% થઈ ગઈ છે. સીબીલ સ્કોરના આધારે હોમ લોનનો દર ઘટાડીને 7.90% પ્રતિ વર્ષ થઈ ગયો છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર
બેંક ઓફ મહારાષ્ટ્રે પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્રનો હોમ લોન પર વ્યાજ દર 9.05% થી ઘટીને 8.80% થઈ ગયો છે.
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકે પણ પોતાના ગ્રાહકોને ગિફ્ટ આપી છે. PNB એ પોતાના RBLR માં ઘટાડો કર્યો છે, જે બાદ નવો રેટ 8.85% છે. જે પહેલા લોન પર 9.10% વ્યાજ દર હતો.
HDFC Bank
પ્રાઇવેટ બેંક HDFC એ પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટને 9.10% થી 9.35% કર્યો છે. નવો રિવાઇઝ રેટ 7 એપ્રિલ 2025થી લાગુ છે.
ઇન્ડિયન બેંક
ઇન્ડિયન બેંકે પણ લોન વ્યાજ દરો ઘટાડ્યા છે. આને રેપો રિલેટેડ બેંચમાર્ક લેન્ડીંગ રેટમાં 35 આધાર અંકોની કપાત કરી દીધી છે. એવામાં હવે ઇન્ડિયન બેંકનો નવો વ્યાજ દર 8.70% થઈ ગયો છે. આ નવા દરો 11 એપ્રિલ 2025 થી લાગુ થઈ ગયા છે.
યુકો બેંક
યુકો બેંકે રેપો રેટમાં ઘટાડા બાદ પોતાના વ્યાજ દરોમાં કપાત કરી દીધી છે. આ બેન્કે પોતાના રેપો-લિંક્ડ વ્યાજ દરને છેલ્લા 9.10% થી 25 આધાર અંકોના કપાત સાથે 8.80% કરી દીધી છે. નવા રેટ 10 એપ્રિલ 2025 થી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ રેપો રેટમાં કપાત બાદ પોતાના ગ્રાહકોને રાહત આપી દીધી છે. હવે આ બેંકથી લોન લેવી સરળ થઈ જશે.
વધુ વાંચો : બસ હવે થોડાં જ દિવસો બાકી! મળી શકે છે દંડથી રાહત, જાણો શું છે 'વિવાદ સે વિશ્વાસ' સ્કીમ
એક્સિસ બેંક
રેપો રેટમાં કપાત બાદ એક્સિસ બેંકે એફિડની વ્યાજ દરોએ રિવાઇઝ કરી દીધો છે. સામાન્ય ગ્રાહકોને બેંક 3% થી લઈને 7.25% નું વ્યાજ ઓફર રહ્યું છે. સિનિયર સીટીઝનને 3.50% થી લઈને 7.75%નું વ્યાજ આપી રહી છે. નવા રેટ 11 એપ્રિલ 2025 થી લાગુ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.