બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો કે ઘટ્યો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Last Updated: 07:42 AM, 22 April 2025
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ બેરલ $66 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં, સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. 22 એપ્રિલ 2025 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 22 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન રહ્યા છે અને કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય લોકોને કોઈ રાહત મળી નથી. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં, તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી નહીં.
ADVERTISEMENT
આ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
ADVERTISEMENT
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જારી કરે છે ભાવ
જણાવી દઈએ કે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જારી કરે છે. જો કે છેલ્લી વખતે માર્ચ 2024 માં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ એ પછીથી કોઈ રાહત આપવામાં આવી નથી. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
આ પણ વાંચો: અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
ઘરે બેઠા આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ
જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સને કારણે, અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. તમે ઘરે બેઠા તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે, ઇન્ડિયન ઓઇલ (IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહેશે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.