બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 'હમામ મેં સબ નંગે હૈ..' SEBI ચીફ પર હિંડનબર્ગનો હુમલો, વિપક્ષ વિસ્ફોટક

બિઝનેસ / 'હમામ મેં સબ નંગે હૈ..' SEBI ચીફ પર હિંડનબર્ગનો હુમલો, વિપક્ષ વિસ્ફોટક

Last Updated: 08:03 AM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગ રિસર્ચે શનિવારે X પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. આમાં એક ભારતીય કંપની સંબંધિત વધુ એક મોટો ખુલાસો કરવાનો સંકેત આપ્યો હતો. અમેરિકન શોર્ટ સેલર ફર્મે પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગઈ છે. હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી અસ્પષ્ટ ઑફશોર સંસ્થાઓમાં સેબીના ચેરમેનનો હિસ્સો હતો.

Hindenburgની X પર પોસ્ટ

હિંડનબર્ગ રિસર્ચે શનિવારે X પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. આમાં એક ભારતીય કંપની સંબંધિત વધુ એક મોટો ખુલાસો કરવાનો સંકેત આપ્યો હતો. અમેરિકન શોર્ટ સેલર ફર્મે પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.

દાવા બાદ વિપક્ષના હુમલા

હિંડનબર્ગના દાવા પછી તરત જ વિપક્ષોએ પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. શિવસેના (UBT) પ્રિયંકા ચતુર્વેદીએ X પર પોસ્ટ કર્યું, 'અમને હવે ખબર પડી કે અમારા પત્રોનો કોઈ જવાબ કેમ આપવામાં ન આવ્યો અને શા માટે તેને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. હમામ મેં સબ નંગે હૈ...'

મહુઆ મોઇત્રાએ પણ કર્યો કટાક્ષ

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પણ X પર પોસ્ટ કરીને પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું - સેબીના ચેરપર્સન અદાણી ગ્રુપમાં અપારદર્શક રોકાણકાર છે. સંબંધી સિરિલ શ્રોફ કોર્પોરેટ ગવર્નન્સ કમિટીમાં છે. સેબીને કરવામાં આવેલી તમામ ફરિયાદો બહેરા કાને પડે એમાં આશ્ચર્ય નથી.

રિપોર્ટમાં કરવામાં આવ્યો આ દાવો

શનિવારે સાંજે, હિંડનબર્ગ રિસર્ચે તેની વેબસાઇટ પર વધુ એક પોસ્ટ કરી અને આ ઘટસ્ફોટ સાથે સંબંધિત એક અહેવાલ શેર કર્યો. હિંડનબર્ગે આ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપ અને સેબી ચીફ વચ્ચે સંબંધ છે. હિંડનબર્ગ રિસર્ચનો આરોપ છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના ચેરમેન માધબી પુરી બુચનો અદાણી મની સિફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં હિસ્સો હતો.

હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં વ્હિસલબ્લોઅર દસ્તાવેજોને ટાંકીને, દાવો કર્યો છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. IIFLના એક પ્રિન્સિપાલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ફંડ ઘોષણામાં કહેવામાં આવ્યું કે રોકાણનો સ્ત્રોત પગાર છે અને દંપતીના કુલ રોકાણનો અંદાજ $10 મિલિયન આંકવામાં આવ્યો છે.

ત્યારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પણ આ રિપોર્ટને લઈને એક્સ પર નિશાન સાધ્યું છે. તો ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ પણ સેબીની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવ્યા છે. X પર પોસ્ટ લખતી વખતે, તેણે કથિત એક્ઝિટ પોલ-સ્ટૉક માર્કેટ કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો.

PROMOTIONAL 13

આ પણ વાંચો: લોન ચૂકવવામાં મોડું ન કરતા! હવેથી દર 15 દિવસે અપડેટ થશે તમારો ક્રેડિટ સ્કોર, RBIએ આપી જાણકારી

જણાવી દઈએ કે જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે અબજોપતિ ગૌતમ અદાણી દ્વારા નિયંત્રિત અદાણી જૂથને નિશાન બનાવતા એક ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ પછી, અદાણી ગ્રુપના શેરમાં લગભગ $86 બિલિયનનો ઘટાડો થયો હતો. શેરના ભાવમાં આ જંગી ઘટાડા બાદ જૂથના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત સેબીએ હિંડનબર્ગને પણ નોટિસ પાઠવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SEBI Hindenburg Research Adani Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ