જો તમે નવી નોકરીની શોધમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ અંગે જણાવવા જઈ રહ્યા છે જેને શરુ કરી તમે પહેલાં દિવસથી મોટી કમાણી કરી શકો છો. ચાલો જાણીએ આ કમાલના બિઝનેસ વિશે.
આ કંપની આપી રહી છે બિઝનેસ કરવાની શાનદાર તક
ટેન્શન વિના થશે લાખોમાં કમાણી
એકવાર લગાવો આ બિઝનેસમાં પૈસા
ડેરી પ્રોડકટ બનાવવાવાળી કંપની અમૂલ સાથે બિઝનેસ કરવાનો આ સારો મોકો છે. અમૂલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને નિયમિત કમાણી કરી શકાય છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો છે. આમાં નુકસાન હોતું નથી.
2 લાખથી શરુ કરી શકો છો બિઝનેસ
અમૂલ કોઈ રોયલ્ટી અથવા પ્રોફિટ શેરિંગ વિના ફ્રેંચાઈઝી ઓફર કરી રહ્યું છે. એટલું જ નહીં ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ વધારે નથી. તમે બે લાખથી લઈ 6 લાખ રૂપિયા ખર્ચી પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં જ સારું પ્રોફિક કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. જોકે, આ જગ્યા પર નિર્ભર કરે છે.
કેવી રીતે લેવી ફ્રેન્ચાઇઝી
અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. પહેલાં અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલાવાળી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરો છો તો 2 લાખ રૂપિયા રોકાણ કરવું પડશે. જો બીજી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માંગો છો તો 5 લાખનું રોકાણ કરવું પડશે. એમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા આપવા પડશે.
આટલું મળશે કમિશન
અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સના મિનિમમ સેલિંગ પ્રાઈઝ એટલે એમઆરપી પર કમિશન આપે છે. એમાં એક મિલ્ક પાઉચ પર 2.5%, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઈસ્ક્રીમ પર 20% કમિશન મળે છે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિન્ક પર 50% કમિશન મળે છે. ત્યાં, પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10% કમિશન આપે છે.
આટલી જગ્યાની પડશે જરૂર
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. સાથે જ અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝીમાં ઓછામાં ઓછા 300 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડશે.
કેવી રીતે કરવું એપ્લાય
જો તમે ફ્રેન્ચાઇઝી માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમને [email protected] પર મેલ કરવું પડશે. આ ઉપરાંત આ લિંક http://amul.com/m/amul-scooping-parlours પર જઈ જાણકારી લઇ શકાય છે.