બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે આ બેંકે FD પર વ્યાજ ઘટાડ્યું, બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો ફેરફાર

જાણી લો / હવે આ બેંકે FD પર વ્યાજ ઘટાડ્યું, બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો ફેરફાર

Last Updated: 04:03 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI, HDFC, PNB બાદ હવે વધુ એક બેંકે તેના Fixed Deposit પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. આ સાથે તેને સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ એક બેંકે વ્યાજ દર ઘટાડ્યું છે. હવે આ લિસ્ટમાં ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ પણ સામેલ થયું છે. બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની મુદતની FD પર વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ (BP) સુધીનો ઘટાડો કર્યો છે.  બેંકે તેના સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં પણ સુધારો કર્યો છે. આ સુધારેલા વ્યાજ દરો 24 એપ્રિલ 2025 થી અમલમાં આવ્યા છે.

  • આ બેંકોએ 2 વખત ઘટાડ્યો દર

SBI, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB), શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક, યસ બેંક સહિત અનેક બેંકોએ એપ્રિલ 2025 માં તેમના ફિક્સ્ડ ડિપોઝિટ દરોમાં ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને યસ બેંક જેવી કેટલીક બેંકોએ 9 એપ્રિલે RBI MPC બેઠક બાદ તેમના ડિપોઝિટ દરમાં બે વાર ઘટાડો કર્યો છે. તેમના આ નિર્ણયથી આ બેંકોના ગ્રાહકોને નુકશાન થયું છે ઉલ્લેખનીય છે કે, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેંકો લોન સસ્તી કરી રહી છે અને ડિપોઝિટ પર મળનાર વ્યાજ પણ ઘટાડી રહી છે.

  • આ છે રિવાઈઝ્ડ FD રેટ
    ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય ગ્રાહકોને 18 મહિનાની મુદતની FD માટે 8.05% નો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે, જે અગાઉ 8.25% હતો. તો સિનિયર સિટીઝનને આટલા સમયગાળાની FD પર વાર્ષિક 8.55% ના દરે વ્યાજ આપવામાં આવે છે. અગાઉ તેમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર 8.75% હતો. આ રીતે 12 મહિનાથી વધુ પરંતુ 18 મહિનાથી ઓછી મુદત ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર હવે 8.10% થી ઘટીને 7.90% થઈ ગયો છે. 18 મહિના 1 દિવસથી 990 દિવસ સુધીની FD પર વ્યાજ દર 7.75% છે.

વધુ વાંચો : સોનું એક લાખને પાર, તમે ખરીદેલું ગોલ્ડ અસલી છે કે નકલી? ઘરે બેઠા આ રીતે ચેક કરો

  • સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ
    ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ 24 એપ્રિલથી તેના સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરો અને બેલેન્સ સ્લેબમાં સુધારો કર્યો છે. સેવિંગ એકાઉન્ટ પરનો વ્યાજ દર તમારા ખાતામાં કેટલું બેલેન્સ છે તેના પર આધાર રાખે છે. જો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ હોય તો બેંક તમને વાર્ષિક 3% વ્યાજ આપશે. જો બેલેન્સ 1 લાખ રૂપિયાથી વધુ પરંતુ 5 લાખ રૂપિયાથી ઓછું હશે તો વ્યાજ દર વાર્ષિક 5.00% સુધી વધશે. તો 5 લાખ રૂપિયાથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 6.25% વ્યાજ મળે છે. 10 લાખથી 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 7.25% અને 50 લાખ રૂપિયાથી વધુના બેલેન્સ પર 7.50% વ્યાજ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fixed Deposit Banking Ujjivan Bank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ