બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:27 AM, 16 April 2025
ગુરુગ્રામ સ્થિત હોમ સર્વિસ યુનિકોર્ન અર્બન કંપની ખૂબ જ ટૂંક સમયમાં IPO લઈને આવી રહી છે. હકીકતમાં કંપનીને ઇક્વિટી શેર દ્વારા નવો ઇશ્યૂ જારી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીને IPO દ્વારા 528 કરોડ ભેગા કરવા માટે શેરહોલ્ડર્સ મંજૂરી મળી ગઈ છે. કંપની મે 2025 સુધીમાં SEBIમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરવાનું લક્ષ્ય રાખે છે. અર્બન કંપની સિલેક્ટેડ ઇન્વેસ્ટરો સાથે પ્રી-IPO પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી રહી છે, જે પબ્લિક ઓફરની સાઇઝ વધારે ઘટાડી શકે છે. જણાવી દઈએ કે અર્બન કંપનીએ IPO ની સાઇઝ 80% થી વધુ ઘટાડી દીધી છે. અગાઉ કંપનીનો લક્ષ્ય IPO દ્વારા 3,000 કરોડ ભેગા કરવાનો હતો.
ADVERTISEMENT
શું છે ડિટેલ્સ
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉતાર-ચઢાવ ભર્યા બજારની સ્થિતિ વચ્ચે સાવચેતી રાખવામાં આવી છે અને કંપની પોતાના IPO ની સાઇઝને ઘટાડી દીધી છે. જણાવી દઈએ કે આ IPO માં વર્તમાન ઇન્વેસ્ટરો દ્વારા ભાગીદારીથી વેચાણ સામેલ છે, જેથી અર્બન કપનીની વેલ્યૂ 2.5 બિલિયન ડોલરથી 2.8 બિલિયન ડોલર વચ્ચે થવાની આશા છે. આ પ્રોસેસને આગળ વધારવા માટે કોટક મહિન્દ્રા કેપિટલ, ગોલ્ડમેન સૈક્સ અને મોર્ગન સ્ટેન્લીને પ્રમુખ ઇન્વેસ્ટ બેન્કર નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધુ વાંચો: 25ની ઉંમરે કરો SIPમાં રોકાણ, ને 35ની વયે થઇ જશો 44,00,000 માલિક, સમજો ગણિત
કંપનીનો બિઝનેસ
ગ્રાહકોને ટ્રેન્ડ પ્રોફેશનલ્સ સાથે જોડતા ટેકનોલોજી-આધારિત પ્લેટફોર્મ માટે જાણીતી કંપની ભારત, UAE, સિંગાપોર, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયામાં ઓપરેટ કરે છે. કંપની બ્યુટી એન્ડ હેલ્થ, ઘરની સફાઈ, ઇક્વિપમેન્ટની મરમ્મત, પેસ્ટ કંટ્રોલ, હોમ ડેકોર અને નેટિવ આરઓ વોટર પ્યુરિફાયર અને સ્માર્ટ લોક જેવા કન્ઝ્યુમર પ્રોડક્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Today / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર
Priyankka Triveddi
Petrol Price Today / ટાંકી ફુલ કરાવતા પહેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નોટ કરી લેજો, જાણો લેટેસ્ટ રેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.