બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 AM, 13 May 2025
Stock Market : સ્ટોક માર્કેટને લઈ આજે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું છે. આજે એટલે કે મંગળવાર, 13 મે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 81,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થયો છે તે 24,800 ના સ્તરે છે.
ADVERTISEMENT
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ અને ઝોમેટો સહિત કુલ 5 શેર 1% થી વધુ ઘટ્યા છે. સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લગભગ 2% વધ્યા છે.
અમેરિકા અને જાપાનના બજારોમાં તેજી
ADVERTISEMENT
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 653 પોઈન્ટ (1.73%) વધીને 38,297 પર બંધ રહ્યો. કોરિયાનો કોસ્પી 6 પોઈન્ટ (0.22%) વધીને 2,613 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 407 પોઈન્ટ (1.73%) ઘટીને 23,142 પર બંધ રહ્યો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઉપર છે અને 3,372 પર ટ્રેડ થઈ રહ્યો છે. 12 મેના રોજ યુએસ ડાઉ જોન્સ 1,161પોઈન્ટ (2.81 %) ઘટીને 42,410 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 779 પોઈન્ટ (4.35 %) વધીને 18,708 પર પહોંચ્યો.
વધુ વાંચો : સોનાના MCX પર ભાવ 7000 રૂપિયાથી વધુ ઘટ્યા, શું યોગ્ય છે હાલમાં ખરીદી કરવી?
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT