બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા

બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા

Last Updated: 09:53 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં સતત સાતમ દિવસે ઇન્ટરનેશનલ સ્ટોક અમર્કેટમાં સકારાત્મક પરિણામ પછી ગુરુવારે ભારતીય બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. ગુરુવારે માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.

આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં સુસ્તી જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પોઝિટિવ વલણ છે પણ આજે ગુરુવારે શેર માર્કેટમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે તો નિફ્ટીમાં ઘટાડો થઈને તે 24300 ની સપાટીએ આવી ગયું છે.

બુધવારે સેન્સેક્સ થયેલો 8000 ને પાર

આના એક દિવસ પહેલા બુધવારે શેરબજારો સતત સાતમા દિવસે પણ તેજીમાં રહ્યા અને મુખ્ય શેર સૂચકાંક BSE સેન્સેક્સ ચાર મહિનામાં પહેલી વાર 520 પોઈન્ટ ઉછળીને 80000 ની ઉપર બંધ થયો. બજારમાં તેજીનું નેતૃત્વ આઇટી અને ઓટો શેરોએ કર્યું. આ સમયગાળા દરમિયાન 30 શેરો ધરાવતો સેન્સેક્સ 520.90 પોઈન્ટના વધારા સાથે 80116.49 પર બંધ થયો. 18 ડિસેમ્બર પછી આ તેનું સૌથી ઊંચું સ્તર હતું.

આંતરરાષ્ટ્રીય બજારોમાં સકારાત્મક વલણ

બીજી તરફ,જો આપણે એશિયન બજારની વાત કરીએ તો અમેરિકન બજારમાં સકારાત્મક સંકેતોને કારણે ઉછાળો જોવા મળ્યો છે. જાપાનના નિક્કી 225 માં 0.96% નો વધારો જોવા મળ્યો અને તે 35204 પર પહોંચ્યો. જોકે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.55% ઘટીને 2511.83 પર બંધ રહ્યો. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 22072 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચીનનો ઇન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ 3,296 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વધુ વાંચો: શેરબજારની મંદી વચ્ચે મોટી ભવિષ્યવાણી, સેન્સેક્સ જશે 100000ને પાર, જાણો કારણ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે અમેરિકન શેરબજાર સકારાત્મક આશાવાદમાં છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમનો ફેડરલ ચીફ જેરોમ પોવેલને હટાવવાનો કોઈ ઇરાદો નથી. આ સકારાત્મક વલણને પગલે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 419.59 પોઈન્ટ વધીને 39,606.57 પર પહોંચ્યો. S&P 500 માં લગભગ 1.67 ટકાનો વધારો જોવા મળ્યો અને તે 5,375.86 પર પહોંચ્યો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 2.50 ટકા વધીને 16,708.05 પર બંધ થયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

internationalstockmarket StockMarketToday Business
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ