બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM મોદીએ 'મેડ ઈન ઈન્ડિયા' શસ્ત્રોની પ્રશંસા કરતા જ રોકેટ બન્યા આ ડિફેન્સ સ્ટોક્સ

બિઝનેસ / PM મોદીએ 'મેડ ઈન ઈન્ડિયા' શસ્ત્રોની પ્રશંસા કરતા જ રોકેટ બન્યા આ ડિફેન્સ સ્ટોક્સ

Last Updated: 11:53 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Defence Stock Rise: વડા પ્રધાન મોદીએ સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં ડિફેન્સ ક્ષેત્ર વિશે વાત કરી હતી અને ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રશંસા કરી હતી, ત્યારબાદ શેરબજારમાં ઘટાડા વચ્ચે મંગળવારે ડિફેન્સ શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન, પાકિસ્તાનના દરેક શહેરમાં મેડ ઇન ઇન્ડિયા હથિયારોનો અવાજ સંભળાયો. હવે બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં ભારતની લશ્કરી આત્મનિર્ભરતા વિશે વાત કરતા, મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રશંસા કરી. મંગળવારે ડિફેન્સ ક્ષેત્રના શેરો પર તેની અસર જોવા મળી અને Paras Defence થી લઈને HAL સુધીના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો.

stock-market

બજારના ઘટાડાની પણ અસર નથી

મંગળવારે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ 1281.68 પોઈન્ટ અથવા 1.55% ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી 346.35 પોઈન્ટ અથવા 1.39% ઘટીને બંધ થયો. પરંતુ આ ઘટાડાથી વિપરીત, ભારતીય ડિફેન્સ સ્ટોક રોકેટ ગતિએ દોડતો જોવા મળ્યો. ટ્રેડિંગની શરૂઆતથી અંત સુધી, ડિફેન્સ ક્ષેત્ર સાથે સંબંધિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL શેર), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL શેર) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL શેર) ના શેરમાં વધારો જોવા મળ્યો.

Vtv App Promotion 2

રોકેટની જેમ ભાગ્યા આ Defence Stock

શેરમાર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન જે ડિફેન્સ સ્ટોક્સમાં ઉછાળો આવ્યો, તેમાં સૌથી આગળ BDL Share રહ્યા, જે 11.47% ચઢીને 1,850.00 રૂપિયાના હાઇ લેવલ પર બંધ થયો. આ સિવાય HAL Share 3.81% ની તેજી લઈને 4,608.70 રૂપિયા પર ક્લોઝ થયો. BEL Share એ 4.06% ના વધારા સાથે સેસન પૂરું કર્યું અને આના ભાવ 335.90 રૂપિયા પર પહોંચી ગયો. બીજા ડિફેન્સ સ્ટોક પર નજર નાખીએ તો..

વધુ વાંચો : શેરબજારની મંદી વચ્ચે પણ આ કંપનીએ બનાવ્યા માલામાલ! રોકાણકારોને 630 ટકાનું બમ્પર રિટર્ન

શેરના નામ તેજી ભાવ

Zen Tech Share         5% 1,550.50 રૂપિયા

Data Patterns           3.94% 2,448.00 રૂપિયા

Astra Microwave     3.57% 898.70 રૂપિયા

Paras Defence         2.67% 1,417.00 રૂપિયા

Idea Forge Share     6.16% 522.30 રૂપિયા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Stock Market Defence Stocks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ