બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 AM, 14 May 2025
Share Market: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 81,278.49 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 24,613.80 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને એરટેલના શેરમાં 4% સુધીની તેજી છે. જ્યારે, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ઇન્ડિયાના શેર 2.5% ઘટ્યા છે.
ADVERTISEMENT
નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSE ના મેટલ સેક્ટરમાં સૌથી વધુ 1.42%નો વધારો થયો છે. આ ઉપરાંત, આઇટી, બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં મામૂલી તેજી જોવા મળી રહી છે. જ્યારે, ફાર્મા, ઓટો અને હેલ્થકેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
આજના ટ્રેડિંગ દરમિયાન ઓરિઓનપ્રો સોલ્યુશન્સ, વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ, વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટોમેશન, ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ, મેટ્રોપોલિસ હેલ્થકેર, આઈટીડી સિમેન્ટેશન ઇન્ડિયા, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, એએસકે ઓટોમોટિવ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, દાલમિયા ભારત સુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી હેક્સાકોમના શેર ફોકસમાં રહેશે.
વૈશ્વિક બજારમાં તેજી
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 308 પોઈન્ટ (0.81%) ઘટીને 37,875 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી લગભગ 30 પોઈન્ટ (1.2%) વધીને 2,637 પર ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 295 પોઈન્ટ (1.28%) વધીને 23,403 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ મામૂલી તેજી સાથે 3377 પર છે. યુએસ ડાઉ જોન્સ 270 પોઈન્ટ (0.64%) ઘટીને 42,140 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 302 પોઈન્ટ (1.61%) વધીને 19,010 પર પહોંચ્યો.
મંગળવારનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે એટલે મેં મંગળવારે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 1281 પોઈન્ટ ઘટીને 81,148.22 પર બંધ થયો હતો. જયારે NSE પર નિફ્ટી 1.39 ટકાના ઘટાડા સાથે 24,578.35 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, ભારત ઇલેક્ટ્રોનિક્સ, જિયો ફાઇનાન્શિયલ, હીરો મોટોકોર્પ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને સિપ્લાના શેર નિફ્ટીના ટોપ ગેનર્સની લિસ્ટમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, ઇન્ફોસિસ, ઇટરનલ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસના શેર ટોપ લૂઝર્સની લિસ્ટમાં સામેલ હતા.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યા? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ
બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ સ્થિર રહ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.9 ટકા વધ્યો. સેક્ટરમાં મીડિયા, પીએસયુ બેંક, ફાર્મા ઇન્ડેક્સમાં 1-1% તેજી આવી. જ્યારે આઇટી, એફએમસીજી, રિયલ્ટી ઇન્ડેક્સમાં 1-2%નો ઘટાડો થયો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો હતો, જે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં લગભગ 3 ટકા ઘટ્યો. પ્રોફિટ બુકિંગને કારણે ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીસ જેવા મોટા શેરોમાં 3 થી 4 ટકાનો ઘટાડો થયો. ઓટો અને એફએમસીજી શેરો પર પણ દબાણ જોવા મળ્યું.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT