બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં ભારત પાક. તણાવની અસર, સેનસેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત

બિઝનેસ / શેરબજારમાં ભારત પાક. તણાવની અસર, સેનસેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત

Last Updated: 10:53 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Today: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત નબળી રહી છે. યુદ્ધના ભય વચ્ચે, શુક્રવાર, 9 મે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 1300 પોઈન્ટ ઘટ્યો. જ્યારે નિફ્ટી 24000 ની નીચે આવી ગયો છે.

Stock Market Today: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભારે તણાવની સીધી અસર શેરબજાર પર પડતી દેખાઈ રહી છે. યુદ્ધના ભય વચ્ચે, શુક્રવાર 9 મે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટી ગયો, જયારે નિફ્ટી 24000 ની નીચે આવી ગયો છે. આ પહેલા ગુરુવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Vtv App Promotion 2

આ પહેલા ગુરુવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે, ડોલર સામે રૂપિયો પણ 10 પૈસા નબળો પડ્યો અને 85.81 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. એક દિવસ પહેલા, રૂપિયો પ્રતિ ડોલર 85.71 રૂપિયા પર બંધ થયો હતો.

વિદેશી બજારોમાંથી સારા સંકેતો

ગઈકાલે યુએસ શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. સ્વાભાવિક છે કે બ્રિટને અમેરિકા પર જે ટેરિફ ઘટાડ્યા છે. આ તેની અસર છે. એશિયન બજાર સૂચકાંકો પણ નોંધપાત્ર વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેના પરથી સમજાય છે કે ફોરેન અને ગિફ્ટ નિફ્ટી તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે.

Share-Market-Update

શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોને ભારે નુકસાન થયું. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો ખરાબ રીતે ઘટ્યા છે અને 1 ટકાથી વધુ નીચે આવી ગયા છે. આજે નિફ્ટીના કોઈપણ ક્ષેત્રનો ઇન્ડેક્સ ગ્રીન નથી. સ્મોલકેપ અને મિડકેપ શેર પણ પડી ગયા છે. એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 8.30 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જેનો અર્થ એ થયો કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોને 8.30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રોકાણકારોએ 8.30 લાખ કરોડનું નુકસાન

રોકાણકારોના નુકસાન BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલા છે. આજે સેન્સેક્સ 1,366.47 પોઈન્ટ ઘટીને 78,968.34 પર રહ્યો અને બીએસઈ માર્કેટ કેપ ઘટીને 4,10,19,886.37 કરોડ રૂપિયા પર આવી ગયું હતું. જ્યારે એક દિવસ પહેલા, BSEનું માર્કેટ કેપ 4,18,50,596.04 કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોને 8,30,709.67 કરોડ રૂપિયાનું નુકસાન થયું. નિષ્ણાતોના મતે, ટ્રેડિંગ દિવસ દરમિયાન રોકાણકારોનું નુકસાન વધી શકે છે.

સેન્સેક્સના ફક્ત 3 શેર ગ્રીન ઝોનમાં

સેન્સેક્સમાં 30 શેર લિસ્ટેડ છે જેમાંથી ફક્ત ત્રણ - ટાઇટન, એલ એન્ડ ટી અને ટાટા મોટર્સ - ગ્રીન ઝોનમાં છે. આજે સૌથી મોટો ઘટાડો પાવરગ્રીડ, એટરનલ અને એચસીએલ ટેકમાં છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા? જાણો લેટેસ્ટ કિંમત

14 શેર ૫૨ સપ્તાહના ઉચ્ચતમ સ્તરે

આજે BSE પર 2739 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાં, 413 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે 2258 શેર ઘટાડાનું વલણ બતાવી રહ્યા છે અને 68 માં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આ ઉપરાંત, 14 શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તર પર અને 108 શેર એક વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યા છે. 22 શેર અપર સર્કિટ પર પહોંચી ગયા, જ્યારે 79 શેર લોઅર સર્કિટમાં આવી ગયા.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india pakistan tension Business News Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ