બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / SBI ક્રેડિટ કાર્ડ ધારકોને લાગશે મોટો ફટકો, 15 જુલાઇ પછી નહિ મળે એર ઈન્સ્યોરન્સ, જાણો વિગતે
Priyankka Triveddi
Last Updated: 09:27 AM, 17 June 2025
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની પેટાકંપની SBI કાર્ડે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે નીતિગત ફેરફારોની જાહેરાત કરી છે. જે 15 જુલાઈ 2025 થી અમલમાં આવશે. આ ફેરફારો વીમા સુરક્ષા અને ચુકવણીની શરતોને અસર કરશે. SBI કાર્ડ અનુસાર આ નિર્ણય કાર્ડ અને નાણાકીય સ્થિરતા સાથે સંકળાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કાર્ડના આ ફેરફારોની સીધી અસર લાખો કાર્ડધારકો પર પડશે. એક તરફ વીમા કવર સમાપ્ત થવાથી સુરક્ષામાં ઘટાડો થશે. જ્યારે બીજી તરફ કડક ચુકવણી શરતો વપરાશકર્તાઓને વધુ નાણાકીય શિસ્ત અપનાવવા દબાણ કરશે.
ADVERTISEMENT
હવાઈ અકસ્માત વીમા લાભો સમાપ્ત
SBI કાર્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર SBI કાર્ડ ELITE, SBI કાર્ડ માઇલ્સ ELITE અને SBI કાર્ડ માઇલ્સ પ્રાઇમ જેવા પ્રીમિયમ કાર્ડ્સ પર ઉપલબ્ધ રૂ. 1 કરોડની કોમ્પ્લિમેન્ટરી એર પ્લેન એક્સિડન્ટ વીમા યોજના 15 જુલાઈ 2025 થી બંધ કરવામાં આવશે. તેવી જ રીતે SBI કાર્ડ PRIME અને SBI કાર્ડ PULSE પર ઉપલબ્ધ રૂ. 50 લાખ સુધીનું મફત વીમા કવર પણ બંધ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
કો-બ્રાન્ડેડ કાર્ડ્સને પણ અસર થઈ
આ ફેરફાર ફક્ત SBI ના મુખ્ય કાર્ડ પૂરતો મર્યાદિત નથી. 11 ઓગસ્ટ 2025થી UCO બેંક SBI કાર્ડ ELITE અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા SBI કાર્ડ ELITE જેવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર 1 કરોડ રૂપિયા સુધીનું હવાઈ અકસ્માત કવર પણ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત UCO બેંક SBI કાર્ડ PRIME, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા SBI કાર્ડ PRIME, કર્ણાટક બેંક SBI પ્લેટિનમ કાર્ડ અને ફેડરલ બેંક SBI પ્લેટિનમ કાર્ડ જેવા કાર્ડ્સમાંથી 50 લાખ રૂપિયા સુધીનો વીમા લાભ દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
લઘુત્તમ બાકી રકમ (MAD) માં ફેરફાર
SBI કાર્ડે લઘુત્તમ બાકી રકમની ગણતરી કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. 15 જુલાઈ 2025 થી અમલમાં આવનારા નવા ફોર્મ્યુલા મુજબ હવે MADનો સમાવેશ કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: એક નાના રિયલ એસ્ટેટના સ્ટોકમાં આવ્યો 14%નો ઉછાળો, મહિનામાં જ આપ્યું 31% રિટર્ન
ADVERTISEMENT
અને બાકી રહેલી રકમના વધારાના 2%
ADVERTISEMENT
આ નવા માળખાનો ઉદ્દેશ્ય સમયસર અને વધુ કાર્યક્ષમ ચુકવણી સુનિશ્ચિત કરવાનો છે. જેથી ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડનો વધુ જવાબદારીપૂર્વક ઉપયોગ કરી શકે. SBI કાર્ડના આ ફેરફારો લાખો કાર્ડધારકોને સીધી અસર કરશે. એક તરફ વીમા કવર સમાપ્ત થવાથી સુરક્ષામાં ઘટાડો થશે તો બીજી તરફ કડક ચુકવણી શરતો ગ્રાહકોને વધુ નાણાકીય શિસ્ત અપનાવવા દબાણ કરશે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર તેમના કાર્ડ લાભોની સમીક્ષા કરે અને જરૂર પડે તો વૈકલ્પિક વીમા યોજનાઓ અપનાવે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.