બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાંથી જબરજસ્ત પૈસા કમાવાની તક, આ બે કંપની કરી રહી છે IPOની તૈયારી

આવ્યો IPO / શેરબજારમાંથી જબરજસ્ત પૈસા કમાવાની તક, આ બે કંપની કરી રહી છે IPOની તૈયારી

Last Updated: 12:42 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ નવા આઈપીઓમાં રોકાણ કરવા માટે રાહ જોઈ રહ્યા છો, તો તમારુ ફંડ ભેગું કરી રાખજો. આગામી દિવસોમાં આ બંને કંપનીના આઈપીઓ બહાર પડવાના છે.

જો તમે પણ IPO દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. ઈલેક્ટ્રિકલ ટુ વ્હિલર બનાવતી કંપની ઓલા ઈલેક્ટ્રિક અને દવા બનાવતી કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ ફંડ ભેગું કરવા માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે બંને કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી ઈનીશિયલ પ્રાઈસ ઓફરિંગ એટલે કે આઈપીઓ લાવવાની પરવાનગી મેળવી લીધી છે. સેબીની વેબસાઈટ પર રહેલી માહિતી પ્રમાણે આ બંને કંપનીના IPOને લગતા દસ્તાવેજોને 10 જૂને જ મંજૂરી મળી ગઈ છે.

5,500 કરોડ રૂપિયાના નવા શૅર બહાર પાડવાનું આયોજન

દસ્તાવેજોને મંજૂરી મળી જવાનો સીધો અર્થ એ છે કે હવે બંને કંપનઈઓ પોતાના આઈપીઓ બહાર પાડવાની દિશામાં આગળ વધી શકે છે. ઓલા ઈલેક્ટ્રિકના પ્રસ્તાવિત આઈપીઓમાં 5,500 કરોડ રૂપિયાના નવા શૅર જાહેર કરવા ઉપરાંત હાલના પ્રમોટર્સ અને રોકાણકારો પાસે રહેલા 9.52 કરોડ ઈક્વિટી શૅરને પણ વેચાણ માટે મૂકવામાં આવશે. બેંગ્લોર સ્થિત ઓલા ઈલેક્ટ્રિક કંપનીએ ઓગસ્ટ 2021માં પોતાનું પહેલું ઈવી ટુવ્હિલર લોન્ચ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓલા કંપની ઈલેક્ટ્રિક ટુ વ્હિલર બનાવવાની સાથે સાથે તેના માટે બેટરી પેક અને મોટર પણ તૈયાર કરે છે.

PROMOTIONAL 9

તો બીજી તરફ દવા સેક્ટરની કંપની એમક્યોર ફાર્મા સ્યુટિકલ્સે આઈપીઓમાં 800 કરોડ રૂપિયાના નવા શૅર જાહેર કરવાની સાથે સાથે પ્રમોટર્સ પાસે રહેલા 1.36 કરોડ રૂપિયાના ઈક્વિટી શૅરને પણ વેચાણ માટે મૂકવાની શક્યતા દર્શાવી છે. આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલા ફંડની રકમનો ઉપયોગ લોનની ચૂકવણી અને કંપનીના અન્ય સામાન્ય કામકાજમાં કરવામાં આવશે.

વધુ વાંચો: IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલી બાબતો ખાસ જાણી લેજો, બચી જશે લાખો રૂપિયા!

એટલે કે જો તમે પણ નવા આઈપીઓમાં રોકાણ કરવા માટે રાહ જોઈ રહ્યા છો, તો તમારુ ફંડ ભેગું કરી રાખજો. આગામી દિવસોમાં આ બંને કંપનીના આઈપીઓ બહાર પડવાના છે. (નોટઃ કોઈ પણ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા માર્કેટ નિષ્ણાતની સલાહ જરૂર લો. અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારી પરથી આપવામાં આવી છે)

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO OLa Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ