બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / વર્ષો પહેલા લીધેલા ઘરની હજુ સુધી થઈ નોંધણી તો શું કરવું? જાણો કાયદાકીય જોગવાઈઓ

તમારા કામનું / વર્ષો પહેલા લીધેલા ઘરની હજુ સુધી થઈ નોંધણી તો શું કરવું? જાણો કાયદાકીય જોગવાઈઓ

Last Updated: 02:25 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મકાન ખરીદો તેની સાથે જ રજીસ્ટ્રીનું કામ થઈ જતું હોય છે. પરંતુ ઘણા કેસોમાં જો મકાન જુના હોય તો તેનું રજીસ્ટ્રીનું (નોંધણી)કામ થયેલું હોતું નથી. આ એક ડોક્યુમેન્ટ તમારી તે મકાનની માલિકી દર્શાવે છે. માટે ચાલો જાણીએ કે જો તમારે રજીસ્ટ્રી બાકી હોય તો કેવી રીતે થઈ શકે?

House Registry rules: ઘણીવાર આપણે મકાન તો લઈ લેતા હોઈએ છીએ પણ તેની નોંધણી કે રજીસ્ટ્રી થઈ હોતી નથી. આ ડોક્યુમેન્ટ એટલે જરૂરી છે કારણ કે તે તમને મકાનના માલિક હોવાનો લીગલ પુરાવો પૂરો પાડે છે. જો તમારે પણ કોઈ કારણસર હજુ સુધી મકાનની રજીસ્ટ્રેશન ના થયું હોય તો તમે પણ આ પગલાં લઈ શકો છો.

દેશભરના ઘર ખરીદનારાઓ તરફથી ફરિયાદ આવી છે કે ફ્લેટ ખરીદ્યાને 3-4 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી રજીસ્ટ્રેશન થયું નથી. આ પાછળ કેટલાક ખાસ કારણો હોઈ શકે છે. નોઇડામાં આ મુદ્દા અંગે સેક્ટર 79 માં સ્થિત મહાગુન મીરાબેલાના ઘર ખરીદનારાઓએ તેમના ફ્લેટની નોંધણી માટે અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં આ ઘર ખરીદનારાઓની રજિસ્ટ્રી 6 વર્ષથી પેન્ડિંગ છે. સેક્ટર 78 અને 79 માં સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટનો એક ભાગ 2011 માં પ્રીમિયમ રમતગમત સુવિધાઓના વચન સાથે શરૂ કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં રહેતા 500 થી વધુ પરિવારોએ તેમના ફ્લેટ માટે 60 લાખથી 1.25 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ તેઓ કહે છે કે કાગળો વિના તેઓ હજુ પણ તેને પોતાનું ઘર કહી શકતા નથી.

house

2020-22 ની આસપાસ ઘર ખરીદનારાઓમાંથી કેટલાકે લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમણે બિલ્ડરને તેમના યુનિટ્સ માટે સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે અને સ્ટેમ્પ ડ્યુટીની રકમ પણ મહેસૂલ વિભાગમાં જમા કરાવી દીધી છે. પરંતુ રજિસ્ટ્રી પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આ કેસમાં અરજદાર અશોક વર્ધનએ જણાવ્યું હતું કે નોઈડા ઓથોરિટી અને સરકારી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેના કારણે રહેવાસીઓમાં નિરાશા અને હતાશા ફેલાઈ હતી.

રજિસ્ટ્રી જરૂરી છે. જો તેમ વિલંબ થાય તો આ પગલાં લો

ઘર હોય કે જમીન બંનેનું રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ વિના તમને કાનૂની માલિક ગણવામાં આવતા નથી. આવી સ્થિતિમાં તમે ન તો મિલકત વેચી શકો છો અને ન તો લોન લઈ શકો છો. આવી સ્થિતિમાં સમયસર નોંધણી કરાવવી મહત્વપૂર્ણ છે અને જો તે ન થાય તો આ પગલાં લો.

  • જો બિલ્ડર કબજો આપે છે પણ રજિસ્ટ્રી કરાવતો નથી. તો તમે તેની ફરિયાદ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) ને કરી શકો છો.
  • તમે નોંધણી માટે ગ્રાહક કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકો છો.
  • બિલ્ડર અથવા ડેવલપરને વકીલ દ્વારા કાનૂની નોટિસ મોકલો અને તેમને નોંધણી કરાવવાનું કહેશો.
  • જો તેઓ હજુ પણ સંમત ન થાય તો સિવિલ કોર્ટમાં સ્પેસિફિક પરફોર્મન્સ સ્યુટ દાખલ કરો.

આ પણ વાંચો: મ્યૂચુઅલ ફંડમાં કયા કયા ચાર્જિસ લાગે છે? રોકાણ પહેલાં જાણી લો તમામ વિશે

Vtv App Promotion

બીજી તરફ આ નોઈડા સોસાયટીના 65 ઘર ખરીદનારાઓની અરજી પર સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ મનોજ કુમાર ગુપ્તા અને અનીશ કુમાર ગુપ્તાની હાઇકોર્ટ બેન્ચે ઉત્તર પ્રદેશ સરકાર નોઈડા ઓથોરિટી, પ્રોજેક્ટના ડેવલપર અને ગોલ્ફગ્રીન ઇન્ફ્રાને નોટિસ જારી કરી છે અને જવાબ માંગ્યો છે. તેણે ઉત્તર પ્રદેશ સરકાર અને નોઈડા ઓથોરિટીને સૂચનાઓ મેળવવા માટે સમય આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયામાં થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

House Registry House Registration Rules real estate sector
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ