બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:07 PM, 14 May 2025
છૂટક ફુગાવા પછી, જથ્થાબંધ ફુગાવાના દરમાં પણ ઘટાડો થયો છે. એપ્રિલમાં જથ્થાબંધ પ્રાઈઝ ઇન્ડેક્સ ઘટીને 0.85 ટકા પર અવી ગયો, જે માર્ચમાં 2.05 ટકા પર હતો. આ આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, એપ્રિલ 2025 માં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.16% રહી ગયો છે, જે લગભગ 6 વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
ADVERTISEMENT
આનું સૌથી મોટું કારણ શાકભાજી, ફળો, કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે. ખાસ વાત એ છે કે આ ફુગાવાનો આંકડો રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મર્યાદાની અંદર છે. આવી સ્થિતિમાં, તે સંકેત આપી રહ્યું છે કે ફુગાવાના મોરચે દેશની આર્થિક સ્થિતિ સ્થિર છે.
India’s WPI-based inflation fell to 0.85% in April 2025 from 2.05% in March: Ministry of Commerce and Industry pic.twitter.com/qi6jXuhixT
— ANI (@ANI) May 14, 2025
ADVERTISEMENT
સરકારે જાહેર કર્યા આંકડા
માર્ચમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો 2.05 ટકા અને એપ્રિલ 2024માં 1.19 ટકા હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, "...આનું મુખ્ય કારણ ખાદ્ય ઉત્પાદનો, ઉત્પાદન, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, અન્ય પરિવહન સાધનોનું ઉત્પાદન અને મશીનરી અને સાધનોનું ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો રહ્યું."
જથ્થાબંધ ભાવ સૂચકાંકના ડેટા અનુસાર, એપ્રિલમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો 0.86 ટકા રહ્યો જે માર્ચમાં 1.57 ટકા હતો. એપ્રિલમાં શાકભાજીનો ફુગાવાનો દર 18.26 ટકા હતો, જ્યારે માર્ચમાં તે 15.88 ટકા હતો. એપ્રિલમાં ડુંગળીનો ફુગાવો ઘટીને 0.20 ટકા થયો, જ્યારે માર્ચમાં તે 26.65 ટકા હતો.
આ પણ વાંચો: PM મોદીએ 'મેડ ઈન ઈન્ડિયા' શસ્ત્રોની પ્રશંસા કરતા જ રોકેટ બન્યા આ ડિફેન્સ સ્ટોક્સ
જથ્થાબંધ ભાવ સૂચકાંક શું છે?
WPI મોટા જથ્થામાં વેચાયેલા માલના ભાવમાં સરેરાશ ફેરફારને ટ્રેક કરવામાં આવે છે. આ ઉત્પાદન સ્તરે ફુગાવાનો એક મહત્ત્વપૂર્ણ સૂચક છે. જથ્થાબંધ ફુગાવાનો દર પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવથી પ્રભાવિત થાય છે. આ ઉપરાંત, કાચા માલ (જેમ કે સ્ટીલ, કપાસ)નો ભાવ, કૃષિ ઉત્પાદનો (જેમ કે ઘઉં, ચોખા) ની સપ્લાય જેવો સમાન પણ સામેલ છે.
જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવાથી શું ફાયદો થશે?
જથ્થાબંધ ફુગાવાનો દર દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. આરબીઆઈ અને સરકાર તેનો ઉપયોગ નીતિઓ બનાવવામાં કરે છે. આ સૂચવે છે કે ભવિષ્યમાં છૂટક ફુગાવો (CPI) વધી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફુગાવો 4% (પ્લસ-માઈનસ 2%) ની અંદર રાખવાનો હોય છે. હવે RBI માને છે કે ફુગાવો મોટાભાગે નિયંત્રણમાં છે, અને CPI આધારિત ફુગાવાનો દર નાણાકીય વર્ષ 2025-26 માં પણ સરેરાશ 4% રહેવાની ધારણા છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT