બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:59 AM, 24 May 2025
Indian Souvenir Bag: ભારતમાં, જો કોઈને શાકભાજી કે રેશનનો સામાન લાવવો હોય, તો લોકો ઘરેથી થેલો લઈને જાય છે. જયારે ઘણા દુકાનદારો એવા પણ હોય છે જે વધુ વસ્તુઓ ખરીદે તો મફતમાં થેલો આપે છે. જેને લઈને જવામાં સરળતા રહે છે. જોકે, ઘણા લોકો એવા પણ છે કે જેમને આ થેલો પોતાની સાથે લઈ જવામાં શરમ આવે છે.
ADVERTISEMENT
LOL - This is the take-home bag of a snack shop in my hometown in India.
— Sheel Mohnot (@pitdesi) May 21, 2025
for sale for $48 at Nordstrom pic.twitter.com/GNm9CJlfmZ
અમેરિકનો માટે લક્ઝરી બેગ બની ગયો સાધારણ થેલો
ADVERTISEMENT
ભારતમાં, આ થેલાનો ઉપયોગ લગભગ બધા જ ઘરમાં કરવામાં આવે છે અને કશે ફરવા જાઓ કે કોઈ બીજા કામ માટે, આ થેલો તો સાથે જ હોય. તમારી પાસે ટ્રોલી કે બેગ ન હોય, તો પણ આ થેલો તો હોય જ છે. મોટાભાગે મહિલાઓ તો આ થેલાનો ઉપયોગ કરે જ છે. ભારતમાં આ થેલાની ખાસિયત એ છે કે તે મફતમાં મળી જાય છે. જોકે આજની પેઢીને હવે આ થેલાને લઈને ફરવામાં શરમ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જે થેલો મફતમાં મળે છે, તેને ખરીદવા માટે અમેરિકામાં લોકો મોટી રકમ ચૂકવી રહ્યા છે.
2 રૂપિયાવાળો થેલો વેચાઈ રહ્યો છે હજારોમાં
જાણીને નવાઈ લાગશે કે આ સામાન્ય થેલો જે ભારતમાં ઘણીવાર દુકાનમાંથી સમાન ખરીદવા પર મફતમાં મળી જાય છે, તે અમેરિકામાં હજારોમાં વેચાઈ રહ્યો છે. ભારતીય ઘરોમાં વપરાતો થેલો અમેરિકામાં હજારો રૂપિયામાં મળી રહ્યો છે. એક સાધારણ થેલો આટલી ઊંચી કિંમતે વેચાવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ સામાન્ય થેલો એક અમેરિકન લક્ઝરી વેબસાઇટ પર 4,228 રૂપિયા એટલે કે ($48) માં વેચાઈ રહ્યો છે. આ થેલો હવે "Indian Souvenir Bag" નામથી વેચાઈ રહ્યો છે, જેને જાપાની બ્રાન્ડ Puebcoએ રિલોન્ચ કર્યો છે.
આ પણ વાંચો: 100 રૂપિયાના થયા 230000000, શેરબજાર નહીં આમાં રોકાણથી મળ્યું બમ્પર રિટર્ન
આ થેલાની ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે એક સાદો સફેદ સુતરાઉ થેલો છે જેના પર હિન્દીમાં "રમેશ સ્પેશિયલ નમકીન" અને "ચેતક સ્વીટ્સ" જેવા ટેક્સ્ટ છપાયેલા છે - જે સામાન્ય રીતે ભારતમાં સ્થાનિક દુકાનો અને લારીઓ પર જોવા મળે છે. નોર્ડસ્ટ્રોમની વેબસાઇટ પર દેખાય છે તેમ, જાપાની બ્રાન્ડ Puebco એ થેલાનું નામ બદલીને "Indian Souvenir Bag" રાખ્યું છે અને તેને એક ખાસ, સ્ટાઇલિશ અને અનોખી બેગ તરીકે ગણાવવામાં આવી છે. પરંતુ ભારતમાં, આ એ જ થેલો છે જે લોકો બજારમાંથી સામાન ખરીદતી વખતે ઘણીવાર મફતમાં લાવે છે. જે વસ્તુ અહીં રોજિંદી જરૂરિયાત છે તે હવે વિદેશમાં ફેશન બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT