બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:25 AM, 18 March 2025
સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે સોનાની કિંમત 352 રૂપિયા વધીને 88,375 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યું છે. સોનાની કિંમતમાં રોજિંદી રીતે વધારો ઘટાડો થતો રહે છે. મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમા સોનાની કિંમત 3000 ડોલરને પાર કરીને સ્પોટ અને ફ્યુચર બંન્ને માર્કેટમાં ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઇ. સ્થાનિક બજારમાં પણ સોનું 88,381 રૂપિયાના સર્વોચ્ચ શિખર પર પહોંચી ગયું. ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બંન્નેના વાયદાના ભાવ આજે ઉછાળા સાથે ખુલ્યા. સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે સોનાની કિંમત 88,350 રૂપિયાની નજીક જ્યારે ચાંદીનો વાયદો 1,00,900 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે
ADVERTISEMENT
સોનું ઐતિહાસિક ઉંચાઇએ
સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઇ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેંચમાર્ક એપ્રીલ કોન્ટ્રેક્ટ આજે 251 રૂપિયાની તેજી સાથે 88,274 રૂપિયાના ભાવ પર ખુલ્યો. ગત્ત બંધ ભાવ 88,023 હતો. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં તે 88375 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યું છે.
ADVERTISEMENT
ચાંદીમાં પણ તેજી
ચાંદીના વાયદા ભાવની શરૂઆત પણ તેજી સાથે થઇ. એમસીએક્સ બેંચમાર્ક માર્ચ કોન્ટ્રેક્ટ આજે 428 રૂપિયાની તેજી સાથે 1,00,964 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો છે. હાલના સમયે તેણે 1,01,029 રૂપિયાના ભાવ પર દિવસનો ઉચ્ચ અને 1,00,854 રૂપિયાના ભાવ પર દિવસનો નિચલું સ્તર સ્પર્શ્યું હતું. ચાંદીના વાયદા ભાવે ગત્ત અઠવાડીયે 1,01,999 રૂપિયા કિલોનો સર્વોચ્ચ સ્તર સ્પર્શી લીધું હતું.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ નવો હાઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે સોના ચાંદીનો વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઇ. Comex પર સોનું 3009.40 ડોલર પ્રતિ ઓંસના ભાવ પર ખુલ્યું હતું. ગત્ત ક્લોજિંગ પ્રાઇ 3006.10 ડોલર પ્રતિ ઔંસ હતું. સમાચાર લખાતા સુધીમાં તે 17 ડોલરની તેજી સાથે 3023.10 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યું છે. ઇન્ટ્રાડેનો ભાવ 3024.10 ડોલરના ઓલટાઇમ હાઇ પર પહોંચ્યું. સ્પોર માર્કેટમાં પણ 3012 ડોલરના ભાવ પર સર્વોચ્ચ સ્તર સ્પર્શી લીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.