બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 12 May 2025
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોમવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂન વાયદા માટે સોનાના ફ્ચૂચર્સ ભાવ 3,930 રૂપિયા ઘટીને 92,588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સોનું એક દિવસના નીચલા સ્તર 92,389 પર પહોંચી ગયું. અગાઉ શુક્રવારે તેનો બંધ ભાવ 96,518 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા.
ADVERTISEMENT
સોનું આટલું બધું કેમ ઘટ્યું?
ADVERTISEMENT
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવમાં ઘટાડો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ટેરિફમાં રાહત આપવા માટે કરાર થયો છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પછી રોકાણકારોમાં જોખમ લેવાની પ્રવૃત્તિ વધી છે. આનાથી સોના જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોની માંગમાં ઘટાડો થયો છે.
ડોલરમાં મજબૂતી અને વૈશ્વિક શાંતિ
હકીકતમાં અમેરિકા અને ચીન દ્વારા પરસ્પર ટેરિફમાં કામચલાઉ રાહતની જાહેરાતથી ડોલર ઇન્ડેક્સ $101.50 ની ઉપર ધકેલી દેવામાં આવ્યો. ઉપરાંત, રશિયા-યુક્રેન અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાના સમાચારથી રોકાણકારોને નફો બુક કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો. MCX પર ચાંદીના વાયદા 2,190 રૂપિયા ઘટીને 94,539 રૂપિયા પ્રતિ કિલો થયા, જ્યારે અગાઉનો બંધ ભાવ 96,729 રૂપિયા હતો.
આ પણ વાંચોઃ બિઝનેસ / સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારમાં હરિયાળી, સેનસેક્સ-નિફ્ટી જોરદાર ઉછાળા સાથે થયા
આગળ શું થશે?
નિષ્ણાતો માને છે કે હવે સોનાના ભાવ 94,000 થી 95,000 રૂપિયાની રેન્જમાં પ્રતિકારનો સામનો કરી શકે છે. જો વૈશ્વિક જોખમ સેન્ટિમેન્ટ સ્થિર રહેશે, તો સોનું 90,000 રૂપિયા સુધી ઘટી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારોને સોનામાં રોકાણ કરવામાં સાવધાની રાખવા અને બજારની ગતિવિધિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT