બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ફિક્સ્ડ ડિપોઝિટ પર ધાંસૂ વ્યાજ! આ બેંક FD પર આપી રહી છે 9.5% ટકા રિટર્ન

બિઝનેસ / ફિક્સ્ડ ડિપોઝિટ પર ધાંસૂ વ્યાજ! આ બેંક FD પર આપી રહી છે 9.5% ટકા રિટર્ન

Last Updated: 10:15 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fixed Deposit : શેરબજારમાં ઘટાડાને કારણે અનેક લોકો FDમાં રોકાણ કરી રહ્યા છે, કેટલીક બેંકો ગ્રાહકોને FD પર 9.5% સુધીનું વ્યાજ આપી રહી છે, જેના કારણે તમારા પૈસા સુરક્ષિત રહેશે અને વધશે પણ. જાણો તમામ વિગતો આ આર્ટીકલમાં

Fixed Deposit : ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજારમાં ભારે ઘટાડાને કારણે લોકો તેનાથી નિરાશ થઈ રહ્યા હોય તેવું લાગે છે. આ જ કારણ છે કે, ગ્રાહકો હવે તેમના પૈસા માટે સલામત રસ્તો શોધી રહ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રોકાણ કરીને તમે મજબૂત વળતરની સાથે પૈસા સુરક્ષિત રાખી શકો છો. ઘણી બેંકો FD પર ખૂબ જ વ્યાજ આપી રહી છે. આમાંથી કેટલાક 9.50% સુધી વ્યાજ આપી રહ્યા છે.

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને 4.50% થી 9% સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.5% થી 9.50% સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર વ્યાજ દર છે. નવા દરો 7 ઓક્ટોબર, 2024 થી અમલમાં આવશે.

નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક

નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને 3.50% થી 9% સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દર 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર આપવામાં આવી રહ્યો છે. આ દરો 18 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને 4% થી 8.5% સુધીનું વ્યાજ આપી રહી છે. એટલું જ નહીં તે વરિષ્ઠ નાગરિકો માટે 4.6% થી 9.10% સુધીનું વ્યાજ આપી રહ્યું છે. આ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર લાગુ પડે છે. બધા વ્યાજ દરો 7 જૂન, 2024 થી લાગુ થશે.

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નિયમિત ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.5% થી 8.25% સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકો માટે તે 4% થી 9% સુધીનું વ્યાજ આપી રહ્યું છે. બધા દરો ફક્ત 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર જ લાગુ થશે. બધા FD દરો 2 ડિસેમ્બર, 2024 થી લાગુ થશે.

વધુ વાંચો : ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લેજો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો વધઘટ

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fixed Deposit Bank FD Rate Investing in Fixed Deposit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ