બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગજબનો સ્ટોક! બજારના ઘટાડા છતાં એક વર્ષમાં કરાવ્યો 10,00,000નો ફાયદો!

બિઝનેસ / ગજબનો સ્ટોક! બજારના ઘટાડા છતાં એક વર્ષમાં કરાવ્યો 10,00,000નો ફાયદો!

Last Updated: 11:06 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

City Plus Multiplex Shares : છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ આ ઘટાડામાં પણ ઘણા શેર એવા છે જે રોકાણકારો માટે સતત મોટો નફો કમાઈ રહ્યા છે. આજે આપણે જે સ્ટોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેણે રોકાણકારોને એક વર્ષમાં 10 લાખ રૂપિયાનો નફો પણ આપ્યો છે.

City Plus Multiplex Shares : શેરબજારમાં એવા ઘણા શેર છે જેમણે ટૂંકા સમયમાં મલ્ટિબેગર રિટર્ન આપીને રોકાણકારોને ધનવાન બનાવ્યા છે. જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ આ ઘટાડામાં પણ ઘણા શેર એવા છે જે રોકાણકારો માટે સતત મોટો નફો કમાઈ રહ્યા છે. આજે આપણે જે સ્ટોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેણે રોકાણકારોને એક વર્ષમાં 10 લાખ રૂપિયાનો નફો પણ આપ્યો છે.

આ શેરે 4 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. સિટી પ્લસ મલ્ટિપ્લેક્સ નામના શેરે રોકાણકારોને 4 વર્ષમાં 13620 ટકાનું જંગી વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 1 વર્ષમાં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 11 લાખ રૂપિયા થઈ ગયા હોત.

આ શેર 9 રૂપિયાથી વધીને 1234 રૂપિયા થયો

WOW સિને પલ્સ બ્રાન્ડ હેઠળ મલ્ટિપ્લેક્સ ચલાવતી કંપની સિટી પલ્સ મલ્ટિપ્લેક્સનો શેર 13 માર્ચ, 2025ના રોજ 6 ટકાના વધારા સાથે રૂ. 1274 પર બંધ થયો હતો. જ્યારે 4 વર્ષ પહેલા આ શેરની કિંમત ફક્ત 9 રૂપિયા હતી. એટલે કે જો કોઈએ 4 વર્ષ પહેલાં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી શેર વેચ્યા ન હોય,તો તેની પાસે 1.37 કરોડ રૂપિયા હશે.

1 લાખ પર 10 લાખનો નફો

જો કોઈએ એક વર્ષ પહેલા તેમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેણે ₹11 લાખથી વધુ એકઠા કર્યા હોત. એટલે કે 10 ગણો નફો અને વર્ષમાં 10 લાખ રૂપિયાની મોટી કમાણી. આ શેરે એક વર્ષમાં રોકાણકારોને 865.53 ટકા વળતર આપ્યું છે.

કેટલી મોટી છે માર્કેટ કેપ ?

કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો સિટી પ્લસ મલ્ટિપ્લેક્સ શેરનું બજાર 1300 કરોડ રૂપિયા છે. તેનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 1,321 છે, જે 5 માર્ચ, 2025ના રોજ રચાયો હતો અને તેનો ૫૨ સપ્તાહનો સૌથી નીચો ભાવ રૂ.115 છે, જે 13 માર્ચ, 2024ના રોજ જોવા મળ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં મજબૂત નફો કર્યો. તેનો ચોખ્ખો સંયુક્ત નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 24.54 લાખની સરખામણીમાં રૂ. 57.88 લાખ રહ્યો.

વધુ વાંચો : ફિક્સ્ડ ડિપોઝિટ પર ધાંસૂ વ્યાજ! આ બેંક FD પર આપી રહી છે 9.5% ટકા રિટર્ન

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market WOW Cine Pulse City Plus Multiplex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ