બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી વીમા કંપનીઓને મોટો ઝટકો, ઉઠાવવો પડશે 1000 કરોડના ક્લેમનો બોજો!
Last Updated: 02:01 PM, 13 June 2025
Air India Crash: અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર દુર્ઘટના પછી વીમા દાવાની રકમ રૂ. 1,000 કરોડને વટાવી ગઈ છે. આ અત્યાર સુધીનો ઉડ્ડયન ક્ષેત્રનો સૌથી મોંઘો ઇંશ્યોરંસ ક્લેમ છે. આ રકમ સમગ્ર દેશના ઉડ્ડયન ક્ષેત્રના કુલ વાર્ષિક પ્રીમિયમ કરતાં વધુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીમા કંપનીઓ પર રૂ. 1,000 કરોડનો બોજ
તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને રૂ. 1 કરોડની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, એવો અંદાજ છે કે ઇંશ્યોરેંસ ક્લેમ રૂ. 1,000 કરોડ સુધી પહોંચી શકે છે, જે એવિએશન ઇંસ્યોરેસ ઇંડસ્ટ્રી પર મોટી અસર કરી શકે છે.
ADVERTISEMENT
મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ વળતર આપવામાં આવશે
નિષ્ણાતો કહે છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના મુસાફરોના પરિવારોને મોન્ટ્રીયલ કન્વેન્શન 1999 હેઠળ વળતર મળવું જોઈએ. એટલે કે, મૃતકોના આશ્રિતોએ 1,28,821 SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) ચૂકવવા પડશે, જે વર્તમાન દરો અનુસાર પ્રતિ મુસાફર રૂ. 1.4 કરોડ થાય છે.
ADVERTISEMENT
હાલમાં એક SDR ની કિંમત રૂ. 120 છે, જે પાંચ ચલણો પર આધારિત છે: યુએસ ડોલર, યુરો, ચાઇનીઝ રેનમિન્બી, જાપાનીઝ યેન અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ. જો કે, અંતિમ ચુકવણી એર ઇન્ડિયાએ તેના મુસાફરો માટે કેટલી વીમા પોલિસી લીધી છે તેના પર નિર્ભર રહેશે.
ADVERTISEMENT
મોન્ટ્રીયલ કન્વેન્શન શું છે?
ADVERTISEMENT
એકંદરે, મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ હવાઈ મુસાફરી સંબંધિત વિવિધ મુદ્દાઓ માટે કાનૂની માળખું છે, જે મુસાફરોના હિતમાં છે. આ નિયમ મુજબ જો એરલાઇન મુસાફરને થયેલા નુકસાન માટે જવાબદાર હોય તો તેમણે ફરજિયાતપણે વળતર ચૂકવવું પડશે.
ભારતે 2009 માં મોન્ટ્રીયલ કન્વેન્શન અપનાવ્યું હતું. મોન્ટ્રીયલ કન્વેન્શન (આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંધિ) હેઠળ એરલાઇન્સને મૃત્યુના કિસ્સામાં પ્રતિ મુસાફર લગભગ $171,000 (અથવા 1,28,821 SDR) વળતર ચૂકવવાની જરૂર છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે તે પ્રતિ વ્યક્તિ $250,000 જેટલું ઊંચું હોઈ શકે છે.
આ પણ વાંચોઃ જાણવા જેવું / એર ઇન્ડિયા 787-8 ડ્રીમ લાઇનરમાં ક્યાં આવેલી હોય છે સીટ 11 A, જેના લીધે બચી ગયો યાત્રિકનો જીવ
બ્રોકરેજ ફર્મ હોવડેન (ઇન્ડિયા) ના એમડી અને સીઈઓ અમિત અગ્રવાલે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, "વળતરની ગણતરી એસડીઆરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે ઓક્ટોબર 2024 સુધીમાં 128,821 SDR (લગભગ US$1.33 પ્રતિ SDR) હતું. અંતિમ ચુકવણી એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા કવરેજ પર આધારિત હશે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.