બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:44 AM, 16 April 2025
સ્ટોક માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. જેના પગલે કેટલાક શેરોમાં રોકાણ કરીને સારી કમાણી કરી છે તો કેટલાક શેરોમાં રોકાણ કરીને રોકાણકારોને મોટું નુકસાન થયું છે. ત્યારે મંગળવારે ટ્રેડિંગ દરમિયાન મર્ક્યુરી EV ટેકના શેરનો ભાવ ફોકસમાં રહ્યો હતો. કંપનીના શેર મંગળવારે 7% વધીને ₹61 ના ઇન્ટ્રાડે હાઈ સ્તર પર પહોંચ્યા હતા. કંપનીના શેરમાં આ વધારા પાછળ એક મોટી જાહેરાત છે. કંપનીએ બિઝનેસ અંગે એક મોટું અપડેટ આપ્યું છે. કંપનીએ વડોદરામાં 3.2 GW બેટરી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી, જેના દ્વારા ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં તેની ભૂમિકાની જાહેરાત કરવામાં આવી. કંપનીએ તેની ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરી છે.
ADVERTISEMENT
ભારતની એક ટેકનિકલ ટીમ 15 એપ્રિલ, 2025 ના રોજ ચીનમાં મશીનરીના શિપમેન્ટ પહેલા સુવિધાની મુલાકાત લેવાનું આયોજન છે. આ સાધનો એપ્રિલના અંત સુધીમાં વડોદરા કેમ્પસમાં પહોંચવાની અપેક્ષા છે અને મે 2025 માં પાયલોટ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, મર્ક્યુરી EV ટેક તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પાવરમેટ્ઝ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, વડોદરામાં તેની સાઇટ પર 3.2 GW લિથિયમ-આયન બેટરી ઉત્પાદન સુવિધા સ્થાપવાની જાહેરાત કરી છે. વધુમાં વૈશ્વિક ઓટોમેશન ધોરણો મુજબ, મર્ક્યુરી EV-ટેકે ચીનના અગ્રણી સાધન સપ્લાયર્સમાંથી એક પાસેથી સંપૂર્ણ સ્વચાલિત, ઉચ્ચ-ક્ષમતાવાળી ઉત્પાદન લાઇનનો ઓર્ડર આપ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! અર્બન કંપનીનો આવશે 5280000000 રૂપિયાનો IPO
ટ્રેન્ડલાઈનના ડેટા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં મર્ક્યુરી EV ટેકના શેરમાં 33%નો ઘટાડો થયો છે. છેલ્લા છ મહિનામાં શેરમાં 50% અને છેલ્લા એક વર્ષમાં 30%નો ઘટાડો થયો છે. જોકે, કંપનીના શેરે લાંબા ગાળે સારું વળતર આપ્યું છે. પાંચ વર્ષમાં આ શેર 38 પૈસાથી વધીને વર્તમાન ભાવે પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે લગભગ 16,000% વળતર આપ્યું છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Today / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર
Priyankka Triveddi
Petrol Price Today / ટાંકી ફુલ કરાવતા પહેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નોટ કરી લેજો, જાણો લેટેસ્ટ રેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.