બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ પછી અદાણી-અંબાણી વધુ ધનવાન બન્યા, એક જ દિવસમાં 1000 કરોડ ડોલર કમાયા

બિઝનેસ / ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ પછી અદાણી-અંબાણી વધુ ધનવાન બન્યા, એક જ દિવસમાં 1000 કરોડ ડોલર કમાયા

Last Updated: 12:50 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambani-Adani Net Worth : રોકાણકારોની સાથે અદાણી-અંબાણીએ પણ મોટો નફો કર્યો હોવાનું સામે આવ્યું , ગૌતમ અદાણી ફરી એકવાર વિશ્વના 20 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થયા

Ambani-Adani Net Worth : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પછી અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવારે શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 3.74 ટકા અથવા 2975.43 પોઈન્ટ વધીને 82,429,90 પર બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ વધ્યો. નિફ્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું અને 916.70 પોઈન્ટ એટલે કે 3.82 ટકાના વધારા સાથે 24,924.70 પોઈન્ટ પર બંધ થયો. આ બધાની વચ્ચે રોકાણકારોની સાથે અદાણી-અંબાણીએ પણ મોટો નફો કર્યો હોવાનું સામે આવ્યું છે.

શેરબજારમાં થયેલા આ વધારાથી દેશના બે મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ ફાયદો થયો. બંનેએ એક જ દિવસમાં 100 અબજ ડોલરની કમાણી કરી. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર,શેરબજારમાં થયેલા વધારાથી અંબાણી અને અદાણી બંનેની નેટવર્થમાં વધારો થયો છે. ઇન્ડેક્સ અનુસાર સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં $4.42 બિલિયન એટલે કે લગભગ $442 કરોડનો વધારો થયો છે, જ્યારે અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં $5.31 બિલિયન એટલે કે $531 કરોડનો વધારો થયો છે.

રસપ્રદ વાત એ છે કે, આ સાથે ગૌતમ અદાણી ફરી એકવાર વિશ્વના 20 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. સોમવારે ભારતીય શેરબજારોમાં લગભગ 4 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. પરિણામે, રોકાણકારોએ એક જ દિવસમાં 16 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.

વધુ વાંચો : સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણ તક, કિંમતોમાં થયો ભારે ઘટાડો! જાણો લેટેસ્ટ રેટ

આ ઉદ્યોગપતિઓ વધુ ધનવાન બન્યા

જોકે સોમવારે માત્ર ભારતીય બજારોમાં જ નહીં પરંતુ અમેરિકન અને યુરોપિયન બજારોમાં પણ તેજી જોવા મળી. આ તેજીને કારણે જ એલન મસ્કથી લઈને માર્ક ઝુકરબર્ગ સુધીના લોકોની સંપત્તિમાં વધારો થયો છે. સોમવારે એલન મસ્કે એક જ દિવસમાં 14.5 બિલિયન ડોલરનો નફો કર્યો. જ્યારે Metaના CEO માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં $16.1 બિલિયનનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન એમેઝોનના જેફ બેઝોસે $14.3 બિલિયનનો નફો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gautam adani share market mukesh ambani
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ