બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / બેંકમાં FD કરાવનારા માટે ફાયદાના સમાચાર, SBIની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં બમ્પર રિટર્નનો લાભ
Last Updated: 11:01 PM, 5 September 2024
તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 'અમૃત દ્રષ્ટિ' નામની ડીપોઝીટ સ્કીમ શરૂ કરી છે. જેં ઘરેલું અને પ્રવાસી ભારતીય ગ્રાહકોને સારું વ્યાજ આપે છે. અગાઉ SBIએ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકો માટે 'SBI અમૃત કલશ' અને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે 'SBI WeCare' નામની યોજના શરૂ કરી હતી. SBIનું અમૃત કલશ યોજનાનો સમય 400 દિવસનો છે અને સામાન્ય નાગરિકો માટે વાર્ષિક 7.10% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. આ યોજનામાં ઇન્વેસ્ટ કરવા માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2024 છે.
ADVERTISEMENT
SBIની વેબસાઈટ અનુસાર, અમૃત કલશના 400 દિવસના સ્પેશિયલ પીરિયડ સ્કીમમાં 7.10%નો વ્યાજ દર 12 એપ્રિલ, 2023થી લાગુ થશે. વરિષ્ઠ નાગરિકોને 7.60%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના 30 સપ્ટેમ્બર, 2024 સુધી જ માન્ય છે.
ADVERTISEMENT
SBI એ ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ 'SBI WeCare' ડિપોઝિટ સ્કીમ જાહેર કરી છે, જે તેમને તેમની ડિપોઝિટ પર વધારાના વ્યાજ દરો ઓફર કરે છે. આ યોજના 30 સપ્ટેમ્બર 2024 સુધી માન્ય છે. અહીં, સામાન્ય વ્યાજ દર કરતાં 50 બેસિસ પોઇન્ટનું વધારાનું પ્રીમિયમ આપવામાં આવે છે. આ યોજના નવી ડીપોઝીટ અને વધતી ડીપોઝીટના રીન્યુઅલ પર પણ ઉપલબ્ધ છે.
SBI અમૃત દ્રષ્ટિ વ્યાજ દર
અમૃત વૃષ્ટિ યોજના 444 દિવસની ડિપોઝિટ પર વાર્ષિક 7.25% વ્યાજ દરની ઓફર આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે 0.50% વધારાના વ્યાજ દરની ઓફર આપે છે. આ ડીપોઝીટ સામે લોન પણ મેળવી શકાય છે. આ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 છે.
SBI સર્વશ્રેષ્ઠ
એસબીઆઈ બેસ્ટ ડિપોઝિટ ટર્મ ઇન્વેસ્ટરો માટે ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી જે લોકો મોટી રકમ જમા કરાવવા માંગતા હતા. એમાં પરંપરાગત એફડીની તુલનામાં વધુ વ્યાજ દર આપવામાં આવે છે. બેંક 2 વર્ષની મુદત માટે 7.4% વ્યાજ દર ઓફર કરે છે. જે એક વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.10% નક્કી કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ઇન્વેસ્ટરના વ્યાજ દર કરતાં 50 બેસિસ પોઇન્ટનું વધારાનું પ્રીમિયમ મળે છે. તેઓ 2 વર્ષની ડિપોઝીટ પર 7.9% અને 1 વર્ષની ડીપોઝીટ પર 7.6%ના દરે વ્યાજ મેળવી શકે છે. 'બેસ્ટ (નોન-કૉલેબલ)' પરનો વ્યાજ દર રૂ. 1 કરોડથી રૂ. 3 કરોડની વચ્ચેની ડીપોઝીટ પર જ લાગુ પડે છે. આ યોજનામાં ઈન્વેસ્ટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી.
વધુ વાંચો:આ બેંકમાં તમારુ ખાતું હોય તો અચૂક વાંચજો, 5 સેવાઓનો સર્વિસ ચાર્જ બદલ્યો
SBI ગ્રીન રૂપિયા ટર્મ ડિપોઝિટ
SBI એ ગ્રીન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે SBI ગ્રીન રૂપિયા ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ બેંક 1111 દિવસ, 1777 દિવસના સમયગાળા માટે 6.65% વ્યાજ દર ઓફર કરે છે. બેંક 2222 દિવસની મુદત માટે 6.40% વ્યાજ દર ઓફર કરે છે. આ યોજના હેઠળ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 1111 દિવસ અને 1777 દિવસના સમય મર્યાદા માટે 7.15% વ્યાજ દર ઓફર કરે છે. 2222 દિવસના સમય મર્યાદા માટે 7.40% વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનામાં પણ ઇન્વેસ્ટ કરવા માટે કોઈ છેલ્લી તારીખ રાખવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.