બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીનો માર્ચ ક્વાર્ટરમાં નફો ઘટ્યો, છતાં તેણે રોકાણકારોને આપી ડિવિડન્ડ ભેટ
Last Updated: 08:24 AM, 26 April 2025
જાણીતી ઓટો કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki India ltd) એ શુક્રવારે માહિતી આપી કે માર્ચ ક્વાર્ટરમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 1 ટકા ઘટીને 3,711 કરોડ રૂપિયા થયો. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 3,879 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. કંપનીને મળેલો નફો બજારના અંદાજ 3,801 કરોડ રૂપિયા કરતાં વધુ હતો. કંપનીએ બજાર ખુલ્લું હતું ત્યારે તેની કમાણીની જાહેરાત કરી. જે પછી શેરનો ભાવ 11,650 રૂપિયા પર બંધ થયો, જ્યારે ગુરુવારે કંપનીના શેર 11,894 રૂપિયા પર બંધ થયા હતા.
ADVERTISEMENT
મારુતિ સુઝુકીના Q4 પરિણામો
ADVERTISEMENT
રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ઓટો કંપનીની આવક 38,235 કરોડ રૂપિયાથી વધીને 40,738 કરોડ રૂપિયા થઈ. EBITDA એટલે કે ઓપરેટિંગ નફો 4,264.5 કરોડ રૂપિયા રહ્યો. જયારે EBITDA માર્જિન 10.5% રહ્યું. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક કુલ વેચાણ અને નિકાસ નોંધાવી. કંપની સતત ચોથા વર્ષે ટોચની નિકાસકાર રહી, જે હવે ભારતમાંથી કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં લગભગ 43% ફાળો આપે છે.
ક્વાર્ટર દરમિયાન, કંપનીએ કુલ 604,635 યુનિટનું વેચાણ કર્યું, જે કોઈપણ ક્વાર્ટરમાં તેનું સૌથી વધુ વેચાણ છે. સ્થાનિક વેચાણમાં 2.8%નો વધારો થયો, જ્યારે નિકાસમાં 8.1%નો વધારો થયો, જેના પરિણામે એકંદરે 3.5%નો વધારો થયો. સ્થાનિક વેચાણ 519,546 યુનિટ અને નિકાસ 85,089 યુનિટ રહ્યું.
મારુતિ સુઝુકીએ કરી 2700% ડિવિડન્ડની જાહેરાત
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, ઓટો કંપનીના બોર્ડે રોકાણકારોને મોટા ડિવિડન્ડની ભેટ આપી છે. બોર્ડે 5 રૂપિયાના ફેસ વેલ્યુ પર 135 રૂપિયા એટલે કે પ્રતિ શેર 2700 ટકાના વચગાળાના ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે બોર્ડે નાણાકીય વર્ષ 2023-24માં પ્રતિ શેર 125 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. બોર્ડે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 1 ઓગસ્ટ, 2025 નક્કી કરી છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પૂરાવતા પહેલા જાણી લેજો આજના લેટેસ્ટ રેટ, જાણો વધારો કે ઘટાડો?
મારુતિ સુઝુકીના શેરનું પ્રદર્શન
છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં માત્ર 1.28 ટકાનો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં, આ શેરે રોકાણકારોને 130.89 ટકા વળતર આપ્યું છે. શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 13,680 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનો નીચો ભાવ 10,725 રૂપિયા છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.