આ અઠવાડિયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવી છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર ટોચ પર હતા.
કોરોનાના કેસ વધવાના લીધે અનિશ્ચિતતા વધી
રોકાણકારોના 1,33,433.64 કરોડ રૂપિયા ધોવાયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 9 ની માર્કેટ કેપિટલાઇઝેશન, એટલે કે માર્કેટ કેપ, ગયા અઠવાડિયે સામૂહિક રૂ. 1,33,433.64 નું ધોવાણ થયું છે. કોરોનાના કેસોમાં ઉછાળાને કારણે કંપનીઓને આ નુકસાન ઉઠાવવું પડ્યું છે. દેશમાં કોરોનાના રેકોર્ડ કેસોથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે.
હિન્દુસ્તાન યુનિલિવરને સૌથી વધુ નુકસાન થયું
એક અઠવાડિયા દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવરને સૌથી વધુ નુકસાન થયું હતું અને તેનું માર્કેટ મૂડી 34,914.58 કરોડ રૂપિયા ઘટીને 5,42,292 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) નું માર્કેટ વેલ્યુએશન રૂ 30,887.07 કરોડ ઘટીને રૂ. 11,50,331 કરોડ થયું છે. BSE ના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના સપ્તાહમાં 953.58 પોઇન્ટ અથવા 1.95 ટકા ઘટી ગયો હતો.
અન્ય કંપનીઓમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ શેર રૂ. 18,764.75 કરોડ ઘટીને રૂ 12,07,283.32 કરોડ અને એચડીએફસી રૂ .13,755.09 કરોડના ઘટાડા સાથે રૂ. 4,50,499.54 કરોડ રહ્યો છે. જો અઠવાડિયાની સમીક્ષા થાય તો ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ .10,270.09 કરોડ ઘટીને રૂ. 2,86,601.4 કરોડ થયું છે. ઈન્ફોસિસની માર્કેટ કેપ રૂ .7,967.43 કરોડ ઘટી રૂ .5,68,308.25 અને એચડીએફસી બેંક રૂ .7,800.58 કરોડના ઘટાડા સાથે રૂ. 7,79,671.98 કરોડ થઈ છે.
રિલાયન્સ માર્કેટ કેપમાં પ્રથમ ક્રમે છે
કોટક મહિન્દ્રા બેંકનું વેલ્યુએશન રૂ .5,995.06 કરોડ ઘટીને રૂ .3,43,907.94 કરોડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૂ .3,078.99 ઘટીને 3,00,268.56 કરોડ રૂપિયા રહ્યું છે. આ વલણથી વિપરીત, આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,412.18 કરોડ વધીને રૂ. 3,94,315.01 કરોડ થયું છે.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ અને ભારતી એરટેલનો ક્રમ આવે છે.