બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કેન્દ્રીય કર્મચારીઓ ફાવી ગયા! પેન્શન પ્લાનિંગમાં થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓ ફાવી ગયા! પેન્શન પ્લાનિંગમાં થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

Last Updated: 10:05 AM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના નવા નિર્ણયથી કેન્દ્રિય કર્મચારીઓ માટે પેન્શન યોજના વધુ લાભદાયી બની છે. આ પગલાથી નિવૃતિ પછીની સુરક્ષાને લઈને કર્મચારીઓને વધુ વિશ્વાસ અને વિકલ્પ મળશે. જાણો શું બદલાવ આવ્યો છે યોજનામાં?

કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓના હિતમાં મોટો અને રાહતદાયક નિર્ણય લીધો છે. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરનાર કર્મચારીઓને પણ એ જ કર લાભ મળશે જે અત્યાર સુધી માત્ર NPS હેઠળ મળતા હતા. સરકારે હવે આ વિકલ્પ પસંદ કરવાની સમયમર્યાદા 30 જૂનથી વધારીને 30 સપ્ટેમ્બર, 2025 કરી છે.

આ સમયવધારો માત્ર હાલના કર્મચારીઓ માટે નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત્યુ પામેલા પેન્શનરોના જીવનસાથી માટે પણ લાગુ થશે. વિત્ત મંત્રાલયના આ પગલાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ વધુ ઉત્તમ બનશે.

સ્કીમનો હેતુ

આ વર્ષની શરૂઆતથી જ 1 એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમને કેન્દ્ર સરકારની સિવિલ સર્વિસમાં જોડાતા લોકોને NPSના વિકલ્પ રૂપે રજૂ કરવામાં આવી હતી. UPS હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5% નું યોગદાન કરે છે, જયારે કર્મચારી પોતે 10% યોગદાન આપે છે. આ સ્કીમનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓને નિવૃતિ પછી નિશ્ચિત પેન્શન આપવાનો છે, જે NPSની તુલનાએ વધુ સ્થિર અને પરંપરાગત લાભ આધારિત માનવામાં આવે છે.

NPSમાંથી UPSમાં સ્વિચ કરવાનો મોકો

હાલમાં NPS હેઠળ આવતા કેન્દ્રિય કર્મચારીઓને એક વખતનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના હેઠળ તેઓ UPS પસંદ કરી શકે છે. જો કે, આ સ્વિચ કરવું ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છિક છે. વિત્ત મંત્રાલયના જણાવ્યા મુજબ, UPS પસંદ કરનાર કર્મચારીઓને હવે TDS છૂટ અને અન્ય બધા કર લાભ પણ મળશે, જે અત્યાર સુધી માત્ર NPS હેઠળ મળતા હતા. આ નિર્ણયથી બંને પેન્શન યોજના વચ્ચે સમાનતા સ્થપાશે.

આ મોકો માત્ર એક જ વાર મળશે

કર્મચારીઓ એ જાણવું મહત્વપૂર્ણ છે કે જો તમે NPS હેઠળ છો અને UPS પર સ્વિચ થવા ઇચ્છો છો તો આ મોકો માત્ર એક જ વખત મળશે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં તમારો વિકલ્પ પસંદ કરવું ફરજિયાત રહેશે. UPS એક નિશ્ચિત પેન્શન સ્કીમ છે, જેમાં સરકાર વધુ યોગદાન આપે છે. હવે UPS પર પણ એ જ કર છૂટ મળશે, જે NPSમાં મળતી હતી.

વધુ વાંચો: તમારું તો આ બેંકમાં એકાઉન્ટ નથી ને? તો બદલાઇ જશે ક્રેડિટ કાર્ડને લગતા આ નિયમ

કેન્દ્ર સરકારનું આ પગલું તે કર્મચારીઓ માટે ખાસ રાહત લાવનાર છે, જે નિવૃતિ પછી વધુ સ્થાયીત્વ અને નિશ્ચિત પેન્શનની શોધમાં છે. હવે કર્મચારીઓને વિચારીને નિર્ણય લેવા માટે વધુ સમય અને વિકલ્પો મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unified Pension Scheme National Pension System Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ