બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:03 PM, 18 June 2025
શેરબજારમાં કેટલીક કંપનીઓએ છેલ્લા થોડા દિવસોમાં રોકાણકારોને આશ્ચર્યજનક વળતર આપ્યું છે. તેમાં ઇન્ડફે મેન્યુફેક્ચરિંગનું નામ ટોચે આવે છે. બજાજ ગ્રુપની આ કંપનીના શેરના ભાવ આજે 7 ટકાથી વધુ ઉછાળે હતા. સોમવારના રોજ કંપનીના શેર BSIમાં રૂ. 464.90 ના સ્તરે ખુલ્યા હતા અને દિવસ દરમિયાન રૂ. 480.10 સુધી પહોંચ્યા હતા, જે કંપની માટે BSIમાં છેલ્લાં 52 અઠવાડિયાનું સૌથી ઊંચું સ્તર છે.
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે માત્ર 8 કામકાજના દિવસોમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. 4 જૂન 2025ના રોજ કંપનીના શેર રૂ. 239.70 ના સ્તરે હતાં અને હવે તેઓ રૂ. 480.10 સુધી પહોંચી ગયા છે. રોકાણકારો માટે આ વધઘટ આનંદની સાથે આશ્ચર્યજનક છે. નોંધનીય છે કે 9 મે 2025ના રોજ આ શેર 52 અઠવાડિયાના નીચલા સ્તર રૂ. 202.05 પર હતા. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,449.28 કરોડ છે.
ADVERTISEMENT
આ ઉપરાંત, ઇન્ડફે મેન્યુફેક્ચરિંગે પોતાના શેરધારકોને લાભ આપી ડિવિડન્ડ ચુકવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ દરેક શેર પર રૂ. 2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને તેના માટે 5 ઓગસ્ટ 2025ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ATMથી ડેબિટ કાર્ડ, 1 જુલાઈથી બેંકિંગ નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર સીધી અસર
આ કંપની 26 ફેબ્રુઆરી 2025ના રોજ BSE અને NSE પર લિસ્ટ થઈ હતી. ઇન્ડફે મેન્યુફેક્ચરિંગનો જન્મ ડિમર્જર પછી થયો છે, જે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, મુંબઈના 2 ઓગસ્ટ 2024ના આદેશ બાદ શક્ય બન્યું. અગાઉ આ કંપનીનું નામ બજાજ ઇન્ડેક્સ હતું અને હવે તે હોસ્ટિંગ અને મટિરિયલ હેન્ડલિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની પાસે આ ક્ષેત્રમાં 60 વર્ષનો અનુભવ છે. ટ્રેન્ડલીનના ડેટા અનુસાર કંપનીમાં 69.60% હિસ્સો પ્રમોટરનો છે, જ્યારે 1.6% હિસ્સો વિદેશી રોકાણકારોનો (FIIs) છે. જાહેર હિસ્સો 28.80% છે. આ કંપનીનો પ્રમોટર બજાજ ગ્રુપ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.