બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / એક પણ રુપિયાના રોકાણ વિના શરૂ કરો આ બિઝનેસ, ધીરે-ધીરે પહોંચી જશો રેકોર્ડબ્રેક કમાણી સુધી
Last Updated: 03:18 PM, 10 September 2024
જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તેના માટે પૈસા નથી તો આ ખબર તમારા માટે ખાસ છે. અમે તમને એવો બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પૈસા લગાવ્યા વગર તમે સારી કમાણી કરી શકો છો. એવામાં તમે પોતાનો Thrift Store ખોલીને કમાણી કરી શકો છો. જે સામાન લોકોના ઘરો કે સ્ટોર રૂમમાં બેકાર પડ્યો છે પરંતુ તે કોઈ જરૂરિયાતમંદને કામ આવી શકે છે. આવો સમજીયે આ બિઝનેસ આઈડિયા વિશે.
ADVERTISEMENT
લોકોના ઘરનો રિજેક્ટ સામાન આવશે કામ
ADVERTISEMENT
લોકો પોતાના ઘરોમાં સ્ટોર રૂમ બનાવે છે અને તેમાં ઘણો એવો સામન પડ્યો હોય છે જે હકીકતે યુઝ નથી થતો. ઈસ્ત્રી, ટીવી, વોશિંગ મશીન જેવા સામાનનું નવું મોડલ આવે એટલે લોકો જુની આઈટમ્સને ઘરના કોઈ ખુણામાં મુકી દે છે. જો તમે ઈનવેસ્ટમેન્ટ વગર બિઝનેસ કરવા માંગો છો તો આવો સામાન તમારા કામમાં આવી શકે છે.
ઘરના આવા સામાનને તમે Thrift Storeમાં રાખી શકો છો. આજના સમયમાં યુઝ્ડ પ્રોડક્સની ડિમાન્ડ વધી ગઈ છે અને કાર બાઈકથી લઈને ઘરમાં ઉપયોગમાં લેવાતા યુઝ્ડ પ્રોડક્ટ્સ ઓનલાઈન અને ઓફલાઈન ખૂબ વેચાઈ રહ્યા છે. ઘણા જરૂરીયાતમંદ એવા હોય છે જેમને આ સામાનોની જરૂર હોય છે પરંતુ પૈસાની કમીના કારણે નવો સામાન નથી ખરીદી શકતા. આવા ગ્રાહક તમારા Thrift Storeથી આ કિંમત મામુલી કિંમત પર ખરીદી શકે છે.
લોકો કેમ આપશે તેમને જુનો સામાન?
હવે સૌથી મોટો સવાલ એ છે કે લોકો પોતાનો જુનો સામાન સ્ટોર પર મુકવા કેમ દેશે? તો તમને જણાવી દઈએ કે તમે થોડો આઈડિયા લગાવીને તેમને પોતાના બિઝનેસ વિશે જણાવો. તમે લોકોનો સંપર્ક કરો. જેનાથી ઘરનો જુનો સામાન સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહ્યો હોય તેને કમીશનના આધાર પર વેચવા માટે પોતાના સ્ટોર પર રાખવાનો સોદો કરી શકો છો.
એટલે કે જે ડિમાન્ડ તે સમાનાના માલિક કરી રહ્યા છે તેમના પર નોગોશિએટ કર્યા બાદ તે સામાન વેચાણ પર પૈસા આપવાનો વાયદો કરીને તમે તેને પોતાના સ્ટોર પર લગાવી શકો છો અને તેમાંથી પોતાનું કમીશન જોડીને વેચી શકો છો.
આ રીતે વધી જશે તમારી કમાણી
મોટા શહેરમાં આ પ્રકારના Thrift Store પર સારી કંડીશનના જુના સામનનો સેલ હોય છે. તમે પોતાના સ્ટોરનું પ્રમોશન કરીને પોતાના ગ્રાહકોની સંખ્યામાં વધારો પણ કરી શકો છો. તેના માટે મામુલી ખર્ચમાં તમારે પેમ્પલેટ્સ છપાવવા પડશે અમુક બીજા ખર્ચ કરી તમે ઓનલાઈન પણ પોતાની દુકાન પરના સામનને મુકી શકો છો.
સ્ટોર પર આવા સામાનની ખૂબ છે ડિમાન્ડ
Thrift Store સ્ટોર પર તમે ખાસ કરીને એવો જુનો સામાન વેચાણ માટે મુકો જે રોજબરોજની જરૂરિયાતોમાં કામ આવે. તેમાં ગેસ ચુલ્હો, કુલર, પંખા, સ્માર્ટ ટીવી, મોબાઈલ, ગીજર સ્ટડી લેમ્પ જેવા સામાન શામેલ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.